News of Monday, 12th May 2025
મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા, નવસારીમાં GMERS બનાવવાનું શરૂ

રાજ્યમાં કુલ ૪૭,૧૭૦ સીટ સાથે નસિઁગના વિવિધ કોર્ષ કાર્યરત
અમદાવાદ તા.૧૨: રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સેવામાં હાલ ૧૩,૫૦૭ નર્સ ફરજ બજાવી રહી છે. રાજ્યમાં હાલ કુલ-૬૧ સંસ્થા ૧૯૨૦ બેઠકો અને ખાનગી ૯૯૭ સંસ્થાઓ ખાતે કુલ ૪૭,૧૭૦ સીટ સાથે ર્નસિંગના જુદા જુદા કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યમાં નર્સંગની સેવાઓ સુદઢ બનાવવા માટે બી.એસ. સી.(ન.)ની ૫૦૦૦ બેઠકો અને ૫ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ડોકટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે. કોઈપણ પ્રકારની આરોગ્ય સંબંધી સેવા પૂરી પાડવામાં નર્સનો ફાળો ખૂબ અગત્યનો છે. દર્દીની સારવારમાં ર્નસિંગ કેરનો મહત્વનો ફાળો છે. ર્નસિંગ કેર એટલે ફક્ત દર્દીને દવા અને ઈન્જેક્શન આપવા એટલું જ નહીં પરંતુ ર્નસિંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્પિટલમાં પર જેવું વાતાવરણ બનાવી આરોગ્ય સંબંધિત શિક્ષણની યોગ્ય સમજણ આપી સારવાર કરવાનો છે. આરોગ્ય સેવાઓમાં નર્સના યોગદાનને ધ્યાનમાં લઈને સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૨મી મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૨મી-મેનો દિવસ પસંદ કરવાનું ખાસ કારશ એ છે કે, આ દિવસે જગવિખ્યાત નર્સ અને ર્નસિંગ વ્યાવસાયિક પ્રવળત્તિઓના પાયાના પથ્થર તરીકે ઓળખાતી ફ્લોરેન્સ નાઈટેગિેલનો જન્મદિવસ છે.(૩૮.૨)
અવર નર્સ, અવર ફયુચર, ધ ઈકોનોમિક પાવર ઓફ કેર
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ
વર્ષ ૨૦૨૫ માટે ION દ્વારા અવર નર્સ, અવર ફયુચર, ધ ઈકોનોમિક પાવર ઓફ કેરની થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે, નર્સો માત્ર આરોગ્ય જાળવવાની જવાબદારી ભજવતા નથી, પણ તેઓ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર માટે પણ આધારરૂપ છે. જ્યારે આરોગ્ય સેવાઓમાં યોગ્ય ર્નસિંગ સ્ટાફ હોય, ત્યારે સારવારની ગુણવત્તા સુધરે છે. દર્દીઓ ઝડપથી સાજા થાય છે જેથી અર્થતંત્ર પરનો ભાર ઓછો થાય છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
