<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

નમો શ્રી યોજના : ૧ વર્ષમાં ૪ લાખ માતાઓને રૂ. રરર કરોડની સહાય

ગુજરાતમાં માતૃ મૃત્‍યુ દર ર૦૧૧-ર૦૧૩માં ૧૧ર થી ઘટીને ર૦ર૦માં પ૭ થયો, પ૦% નો ઘટાડો : રાજયએ ૯૯.૯૭% સંસ્‍થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્‍ટ્રીય સ્‍તરે સીમાચિન્‍હ હાંસલ કર્યુ : ગુજરાતમાં ૬.૩૦ લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી : PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ

 

 

ગાંધીનગર, તા. ૧ર : મહિલાઓના સશક્‍તિકરણ અને માતાઓના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો લાવવાની વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા ગત નાણાંકીય વર્ષમાં નમો શ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના સકારાત્‍મક પરિણામ જોવા મળ્‍યા છે અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્‍યું છે. આંતરરાષ્‍ટ્રીય માતળત્‍વ દિવસ નિમિત્તે રાજ્‍ય સરકારના આરોગ્‍ય વિભાગે આપેલી માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં નમો શ્રી યોજના હેઠળ ૬ લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ ૪ લાખ મહિલાઓને રૂા.૨૨૨ કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

નમો શ્રી યોજના ખાસ કરીને સગર્ભાસ્ત્રીઓ અને માતાઓના સ્‍વાસ્‍થ્‍ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ લગભગ ૪ લાખ માતાઓની સમયસર આરોગ્‍ય તપાસ કરાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે જ તેમના માટે સંતુલિત પોષણ પણ સુનિヘતિ કર્યું છે.

માતા પ્રત્‍યેનો આદર અને કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવા માટે તેમજ તેમના અધિકારો પ્રત્‍યે જાગળતિ લાવવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આંતરરાષ્‍ટ્રીય માતળ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આંતરરાષ્‍ટ્રીય માતળ દિવસની ઉજવણી ૧૧ મેએ કરાઇ હતી. આંતરરાષ્‍ટ્રીય માતળ દિવસ ૨૦૨૫ની થીમ "Mothers: The Backbone of the Family" (માતા- પરિવારનો આધારસ્‍તંભ) છે, જે દર્શાવે છે કે એક માતા જ પરિવારની કરોડરજ્જુ હોય છે અને તેમના વિના સમાજની કલ્‍પના પણ નથી કરી શકાતી.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો શ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પહેલા બે જીવંત બાળકો માટે તબક્કાવાર રૂા.૧૨,૦૦૦ સુધીની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય કેન્‍દ્ર સરકારની પ્રધાનમંત્રી માતળત્‍વ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY) હેઠળ પ્રાપ્ત લાભો સાથે સંયુક્‍ત રીતે આપવામાં આવે છે.

નમો શ્રી યોજનાની સાથે, રાજ્‍ય સરકારની SUMAN, PMSMA, મમતા, ખિલખિલાટ જેવી યોજનાઓ મહિલાઓને ઉચ્‍ચ ગુણવત્તાની આરોગ્‍ય સેવાઓ, નિયમિત તપાસ, રસીકરણ અને કાઉન્‍સેલિંગ પૂરું પાડે છે. કેન્‍દ્ર અને રાજ્‍યના આ સંયુક્‍ત પ્રયાસોના કારણે રાજ્‍યમાં માતળ મળત્‍યુ દર (MMR)માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે. વર્ષ ૨૦૧૧-૧૩માં ગુજરાતનો માતળ મળત્‍યુ દર ૧૧૨ હતો અને ૨૦૨૦ સુધીમાં એ ઘટીને ૫૭ થઈ ગયો, જે ૫૦%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

આ પરિવર્તન રાજ્‍ય સરકારની પ્રતિબદ્ધતા અને યોજનાઓના અસરકારક અમલીકરણનો પુરાવો છે. એટલું જ નહીં, આજે ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સગર્ભાસ્ત્રીઓને દર વર્ષે સમયસર આરોગ્‍ય તપાસ અને પોષણ સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત, રાજ્‍યએ ૯૯.૯૭% સંસ્‍થાકીય પ્રસૂતિ દર હાંસલ કર્યો છે, જે રાષ્‍ટ્રીય સ્‍તરે એક ઉલ્લેખનીય સિદ્ધિ છે.

(3:44 PM IST)