News of Monday, 12th May 2025
કેન્દ્રમાં IG લેવલે એમપેન્લડ થયેલા મૂળ ગુજરાત કેડરના આ IPS ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે
દિવ્ય મિશ્રા, સૌરભ તોલંબિયા અને દીપેન ભદ્રની કામગીરી વિષે જાણી આફ્રિન પોકાર્યા વગર નહિ રહેવાય : કોરોનાકાળ, લોક ડાઉનમાં નડિયાદ sp તરીકે પોલીસ જવાનોની તંદુરસ્તી સાથે લોક સેવાના કાર્યો દિવ્ય મિશ્રા દ્વારા થયેલઃ રાજકોટના એડી.સીપી વડોદરા, કચ્છ એસપી તરીકે અદભુત કામગીરી કરનાર સૌરભ તિલમ્બિયા દ્વારા પરિવારની જવાબદારી માટે કલેક્ટર પદ છોડેલું : એટીએસ કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની જાસુસ , ડ્રગ માફિયાઓને ઝડપનાર દીપેન ભદ્ર ને રિલાયન્સ વડાપ્રધાન સમક્ષની રજુઆત પગલે વિશેષ ઓપરેશન માટે જામનગર એસપી તરીકે પોસ્ટિંગ અપાયેલ

રાજકોટ તા. ૧ર :.. ગુજરાત કેડરના ગૌરવરૂપ એવા હાલ કેન્દ્રીય ડેપ્યુટેશન દિલ્હીમાં રો, સેન્ટ્રલ ib સહિત મહત્વના સ્થાને ફરજ બજાવતા ત્રણ સિનિયર ips કેન્દ્રમાં IG લેવલે એમપેનતલ્ડ જાહેર થતા વિશાળ શુંબેચકોમાં હર્ષની લાગણી ફેલાવા સાથે અભિનદન વર્ષા અવિરત ચાલુ છે.
કોરોના કાળ અને લોક ડાઉન દરમિયાન ips દિવ્ય મિશ્રા દ્વારા નિયમોના કડક પાલન સાથે આ કપરા કાળમાં લોક સેવા, સાથે પોલીસ જવાનોની તંદુરસ્તી માટે અનેક વિધ પગલાઓની નોંધ દિલ્હી સુધી લેવાયેલ.
Ips રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ગયેલા આ અધિકારી પ્રથમ ias બની કલેક્ટર તરીકે મુકાયેલ. એ વખતના પારિવારિક સંજોગો ધ્યાને રાખી ગુજરાત કેડરમાં ips બનતા SP લેવલે ફરજ બજાવવા ત્યાર થયેલ. રાજકોટના ટૂંકા સમય દરમિયાન અદભુત કામગીરી, વડોદરા એસપી તરીકે હાલના અમદાવાદ પોલીસ કમિશનર અને તત્કાલીન વડોદરા રેન્જ વડા જી . એસ. મલ્લિકના માર્ગદર્શન હેઠળ એક વગદાર ઉદ્યોગપતિના ફોર્મમાં મોટો રેડ કરેલ. કરછના કાર્યકાળ દરમિયાન હાલ નિવળત એવા કાર્યદક્ષ ips સુભાષ ત્રિવેદીના માર્ગદર્શનમાં ગેર કાયદે ખાણ ખનીજ પર તૂટી પડેલ.
ગુજરાત આરટીએસના કાર્યકાળ દરમિયાન અદભુત ઓપરેશન પાર પાડનાર દીપેન ભદ્રને રિલાયન્સ જૂથની વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત પગલે જામનગરમાં એક વગદાર ગેંગ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા ખાસ નિમણૂક આપવામાં આવેલ. (પ-૧૦)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
