News of Monday, 12th May 2025
હેવાન પિતાઃ ધોરણ ૧૨માં ભણતી દીકરીનું છ વર્ષ સુધી શોષણ કર્યુ
પરિવારે કાકાને ત્યાં મોકલી આપ્યા બાદ વાત બહાર આવી, પિતા ક્રિશ્નાની ધરપકડ કરી

સુરત તા.૧૨: ઇચ્છાપોરની એક જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પિતાએ સગી દીકરીનું સતત છ વર્ષ યોનશોષણ કર્યુ હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના રેવતી પંથકનો વતની અને હજીરાની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ક્રિકના પરિવારમાં પત્ની અને બે ભાઈ બહેન અને પુત્રી કવિતા (નામ બદલ્યું છે) સાથે હજીરા મોરા ટેકરા ગામે રહેતો હતો. ઈચ્છાપોરની હિન્દી વિદ્યાલયમાં ધો. ૬ સુધી અભ્યાસ કરીને પુત્રી કવિતા વતનમાં માતા સાથે રહેવા ગઈ હતી.
યુપીમાં વડીલોપાર્જિત જમીનનો ઝઘડો થતાં ક્રિશ્ના પણ દોઢ વર્ષ વતન યુપી જતો રહ્યો હતો. ૨૦૧૯માં કવિતા ધો.૮માં અભ્યાસ કરતી હતી. કવિતા સંયુક્ત પરિવારના મકાનમાં મોટા પપ્પા સહિત સંબંધીઓ સાથે એક રાતે ઊંઘમાં હતી ત્યારે પિતાએ દીકરી કવિતાની બાજુમાં આવી દુષ્કર્મ આચર્યું હતું. પિતાના આ અધમ કળત્ય અંગે તેણે માતા, દાદા દાદીને જાણ કરી હતી. પરિવારે ઠપકો આપ્યો તો ક્રિશ્નાએ તેની સાથે ઝથડો કર્યો હતો. પિતાની બદદાનતથી બચવા એ રાત્રે દાદીના રૂમમાં સૂવા લાગી હતી. પરીક્ષાની તૈયારી કરવા એ જ રૂમમાં વાંચતી હતી. ૨૦૨૩ વર્ષમાં પિતા સુરત હોવાથી ધો. ૧૨માં અભ્યાસ કરવા પરિવારે તેને ફરી માતા અને ભાઈ સાથે સુરતના મોરા ગામે મોકલી હતી. જોકે, પિતાની હરકતો ત્યાં પણ ન સુધરી પુત્રી ના પાડતી તો પિતા તેને માર મારતો હતો. પિતાના કળત્ય અંગે કવિતાની માતા સાથે પણ રોજિંદા ઝઘડા થતા હતા. કવિતા અંતે ઇચ્છાપોરમાં તેના સગા કાકાના થરે દોઢ માસ રહેવા જતી રહી હતી. સતત છ વર્ષથી આ મહાવ્યથા ભોગવતી ક્રિશ્નાએ આખરે સંબંધીઓની મદદથી ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ક્રિશ્નાની ધરપકડ કરી છે.(૩૮.૧૮)
પિતાના કુકર્મથી કંટાળીને ઘર છોડીને દીકરીએ બે રાત રેલવે સ્ટેશને વિતાવી હતી
યુપીવાસી પરિવારની પુત્રી જ્યારે ૧૩ વર્ષની હતી. ત્યારથી જ તેના પિતાએ તેની પર દાનત બગાડી હતી છ વર્ષ સતત પુત્રીની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. માતા અને અન્ય સંબંધીઓ પણ નરાધમ પિતાને રોકવામાં નિષ્ફળ રહ્યા ૪થી મેએ સવારે કવિતા ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હતી. એ સુરત રેલવે સ્ટેશને બે દિવસ રોકાઈ હતી. કોઈ આરો ન દેખાતાં ઓળખીતાનો સંપર્ક કરી એ ઇચ્છાપોર પોલીસ સમક્ષ પહોંચી હતી
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
