News of Monday, 12th May 2025
‘અકિલા' પરિવાર સાથે આત્મીયતાનો નાતો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૧રઃ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય (ઉં.૯૫)એ ગઈકાલે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના પાર્થિવ દેહને ગઈકાલે સાંજે ૪ પછી તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને સાંજે ૫ વાગ્યે અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, શહેરના નગરજનો, અગ્રણીઓ, વેપારીઓ, મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે તા.૧૨ને સોમવાર, સાંજે ૪ થી ૬, ભૂતનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે પ્રાર્થનાસભા રાખેલ છે. હેમાબેન વિરાટ વ્યક્તિત્વ ધરાવતા; જનસંઘ, આરએસએસ અને ભારતીય જનતા પક્ષના એક મોટા ગજાના નીડર મહિલા આગેવાન હતા. સ્વ.સુર્યકાંતભાઇ આચાર્ય અને સ્વ.હેમાબેન આચાર્ય પરિવાર સાથે અકિલા-ગણાત્રા પરિવારને વર્ષોથી આત્મિયતાનો નાતો છે. ‘અકિલા'ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, અકિલા પરિવારે બે મિનિટનું મૌન પાળી, પરિવારજનસમા પૂજ્ય હેમાબેનને હૃદયાંજલિ આપી હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
