<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

માતૃદિને હેમાબેન આચાર્યના અવસાનથી સોરઠ પ્રાંતમાં એક યુગનો અસ્‍ત થયોઃ ડોલરભાઇ કોટેચા

પૂર્વ આરોગ્‍ય મંત્રીને શ્રધ્‍ધાંજલી અર્પતા ખેતી બેન્‍ક અને નાફકાર્ડના ચેરમેન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ. ના પથદર્શક અને ગુજરાત ખેતી બેંક અને નાફકાર્ડના  ચેરમેન ડોલરભાઈ કોટેચા તરફથી ભાવપૂર્વક જણાવવામાં આવે છે કે, સદૈવ વંદનીય અને પરમ આદરણીય માતળતુલ્‍ય શ્રી હેમાબેન આચાર્યના નિધનથી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના પરિવારે એક અગમ્‍ય શૂન્‍યનો અનુભવ કર્યો છે.

ગુજરાત રાજ્‍યના પ્રથમ મહિલા આરોગ્‍ય મંત્રી રહેલા અને વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ દરમિયાન ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્‍ટર તરીકે તેમના માર્ગદર્શન હેઠળ બેંકે મહત્‍વપૂર્ણ ઙ્કગતિ કરી. જૂનાગઢ થી શરૂઆત કરી બેંકે આજે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ઙ્કભાવશાળી વિકાસ માર્ગે આગળ વધી રહી છે, જેના પાયામાં તેમના આશીર્વાદ અને દીર્ઘદૃષ્ટિનો અવિસ્‍મરણીય ફાળો રહેલો છે.

શ્રીમતી હેમાબેન ભારતીય જનસંઘના સ્‍થાપક સભ્‍ય રહી ચૂકયા છે અને સ્‍વ. શ્રી સૂર્યકાંતભાઈ સાથે ખભે ખભો મિલાવી જનસંઘના કાર્યકરોને નિષ્ઠા, જુસ્‍સો અને ભાવનાત્‍મક શક્‍તિ પુરી પાડી. ભાજપના પાયાના પથ્‍થર સમાન તેમણે જીવનભર લોકસેવાને જીવનધ્‍યેય બનાવ્‍યું. માતળદિનના પાવન દિવસે તેમના અવસાનથી જાણે સોરઠ પ્રાંતમાં એક યુગનો અસ્‍ત થયો હોય, એવું શોકમય વાતાવરણ છવાયું છે. તેમનું જીવન, વિચારધારા અને માર્ગદર્શન અમારે માટે હંમેશાં દીવાદાંડી સમાન રહેશે. અવા વિરલ વ્‍યક્‍તિત્‍વને કોટિ-કોટિ વંદન. પ્રખર રાષ્‍ટ્રવાદી અને સાચા અર્થમાં લોક પ્રતિનિધિ, લોકસેવક અને માતળતુલ્‍ય શ્રી હેમાબેન આચાર્ય ના આત્‍માને  પરમકળપાળુ પરમાત્‍મા શાંતિ તથા મોક્ષ અર્પણ કરે તેવી ગિરનારી મહારાજના ચરણોમાં નમ્ર પ્રાર્થના.

(12:19 PM IST)