News of Monday, 12th May 2025
શુટીંગ સ્પર્ધામાં રાજકુમાર કોલેજ ઝળકીઃ દ્રષ્ટિ શિયાણીને સુવર્ણ ચંદ્રક
એર રાયફલમાં ભાગ્યશ્રીબા ચૌહાણને બ્રોન્ઝ મેડલ

રાજકોટ તા. ૧રઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ ૩.૦માં અંડર-૧૭ એર રાઇફલ પીપ સાઇટ મહિલા વ્યકિતગત ઇવેન્ટમાં રાજકુમાર કોલેજ-રાજકોટની વિદ્યાર્થીની કુમારી દ્રષ્ટિ શિયાણી રાજય સ્તરે પ૯૧/૬૦૦ના ભવ્ય સ્કોર સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પ્રથમ વિજેતા થયાં છે.
ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન સમારોહમાં સુવર્ણ ચંદ્રક ઉપરાંત રૂા. દસ હજારની રોકડ પુરસ્કાર રાશિ અને ટ્રેકસુટ અર્પણ કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે તા. ર૬ એપ્રિલથી ૧ મે, ર૦રપ દરમિયાન ડેલી કોલેજ, ઇન્દોર ખાતે સંપન્ન થયેલી સત્તરમી ઓલ ઇન્ડિયા આઇપીએસસી શૂટિંગ ચેમ્પિયનશિપ-ર૦રપમાં યુ-૧૪ ઓપન સાઇટ એર રાઇફલ મહિલા વર્ગ વ્યકિતગતમાં કુમારી ભાગ્યશ્રીબા ચૌહાણને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
કુમારી દ્રષ્ટિ શિયાણી અને કુમારી ભાગ્યશ્રીબા ચૌહાણે પ્રાપ્ત કરેલી સિધ્ધિને રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ શ્રી માંધાતાસિંહજી જાડેજા, પ્રિન્સિપાલ શ્રી યશ સકસેના, વાઇસ પ્રિન્સિપાલ સુશ્રી કેયુરીબા ગોહિલ અને શુટિંગ કોચ જય મહેતાએ અભિનંદન પાઠવ્યા હતાં.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
