News of Monday, 12th May 2025
ઉનાળુ વેકેશન પુર્વે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૪૬૬ ન્યાયાધીશોની બદલીના હુકમો કરાયા
સેસન્સ જજ કક્ષા ૬૩ જજોની બદલી, ર૦૦ સિવિલ જજ અને ર૦૩ જયુ. મેજીસ્ટ્રેટોની બદલી-નિમણુંકના હુકમોઃ રાજકોટમાં ૧૦ જજોનો બદલીના હુકમોમાં સમાવેશઃ ૧૯મીથી તમામ જજોને ચાર્જ સંભાળી લેવા આદેશો

રાજકોટ તા. ૧રઃ ઉનાળુ વેકેશન પુર્વે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૬૩ સેસન્સ જજ કેડરના ન્યાયાધીશો તેમજ ર૦૦થી વધુ સિવિલ જજો તેમજ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કક્ષાના ર૦૩ જજોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના ૧૭ જજોનો સમાવેશ થાય છે.
આ અગાઉ પણ પખવાડીયા પહેલા હાઇકોર્ટ દ્વારા એડી. સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજો તેમજ સીનીયર સિવિલ જજોની બદલીઓ અને નવી નિમણુંકના હુકમો કર્યા હતા.
હાઇકોર્ટ દ્વારા થયેલા આ નવા હુકમો મુજબ આગામી ૧૯ મેથી બદલી પામેલા ન્યાયાધીશોને પોતાની જગ્યાએ ચાર્જ સંભાળી લેવા જણાવાયું છે.
હાઇકોર્ટ દ્વારા દર ઉનાળુ સત્રમાં બઢતી-બદલી-નિમણુંકોના હુકમો કરવામાં આવતાં હોય છે. આ વર્ષે સેસન્સ જયુ. મેજી. અને સિવિલ જજ કક્ષાના ન્યાયાધીશો મળીને કુલ ૪૬૬ જજોની બદલી-નિમણુંકના હુકમો કરવામાં આવેલ છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉનાળુ વેકેશન પૂર્વે જયુ.ઓફિસરોમાં બઢતી અને બદલી ના હુકમો રજીસ્ટાર દ્વારા કરવામાં આવ્યા છે જેમાં મોટાપાયે ફેરફાર કરીને ડિસ્ટ્રીક્ટ જજ કેડરના ૬૩ સહિત ૪૬૬ જજની બદલીના હુકમ કર્યો છે. જેમાં ૨૦૦ સિનિયર સિવિલ જજ અને ૨૦૩ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અધિકારીઓનો સમાવેશ થાય છે જે તમામ આગામી ૧૯મી મે ચાર્જ સંભાળશે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ના આદેશને પગલે રજીસ્ટાર દ્વારા બદલીના ઓર્ડરમાં રાજકોટમાં ફરજ બજાવતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેડરના એસ.વી. શર્માની ગાંધીનગર, ઇન્ડસ્ટ્રીઝ કોર્ટના એમ એ.ટેલરની વડોદરા, એમ જે બ્રહ્મભટ્ટની નડિયાદ ખાતે બદલી કરવામાં આવી છે. રાજકોટ સિનિયર સિવિલ જજ કેડરના એમ.જે.શાહની ગાંધીનગર, ડી. આર.જગુવાલા- ગાંધીનગર, જે.વી પરમાર-સાબરકાંઠા, એમ.ડી.ત્રિવેદી-ખેડા, કે.એમ. ગોહેલ- અમદાવાદ, આર્યરામ કુમાર-મહેસાણા, સી.પી. ચારણ-જામનગર, પી.એસ.સિધીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર-જીલ્લામાં સિવિલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે ફરજ બજાવતા જે.જે.જાદવ-ખેડા, એમ ડી પરમાર-તાપી, એન.ટી.કારિયા-સાબરકાંઠા, એ.એ.દવે-અરવલ્લી, જુંગલ દવે અમદાવાદ,પી. બી.ગામીત-વડોદરા, આર.આર. બારૈયા નવસારી, આર.કે.જાની બનાસકાંઠા, એ.પી.દવે અમદાવાદ, કે.એન.જોષી મહેસાણા, દામીની દીક્ષિત ગાંધીનગર, એન.ડી જોષીપરા, સી.સી.ગોંડલીયા અમદાવાદ અને કુમદેવસિહ ચુડાસમાની અમદાવાદ જ્યુડિશિયલ રૂરલમાં બદલી કરવામાં આવી છે. (૭.રપ)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
