<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં નોંધાયો હળવો વરસાદ

અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ૧.૪૨ ઇંચ વરસાદ : અન્યત્ર છૂટોછવાયો વરસાદ પડ્યો

 

 

ગાંધીનગર : રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બપોરના સમયે 2 થી 4 વગયા દરમિયાન સૌથી વધુ ૩૬ મિલીમીટર એટલે કે ૧.૪૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ હળવો વરસાદ થયો હતો. અહીં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન ૧૦ મિલીમીટર એટલે કે ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પણ 2 થી 4 વાગ્યા દરમિયાન ૧૦ મિલીમીટર એટલે કે ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં બપોરના ૧૨ થી 2 વાગ્યા દરમિયાન ૬ મિલીમીટર એટલે કે ૦.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ નોંધપાત્ર હિલચાલ જોવા મળી નથી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

(5:47 PM IST)