<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા ગુજરાતની કવાયત : સહકારી પ્રોજેક્ટના અમલીકરણની ઉચ્ચ સ્તરીય સમીક્ષા : મંત્રીના ઝડપી અમલ માટે આદેશ

ગાંધીનગર ખાતે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના દૂધ સંઘો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ટોચના હોદ્દેદારોની હાજરી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ વિઝન “સહકારથી સમૃદ્ધિ”ને જમીની સ્તરે સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા મહત્વાકાંક્ષી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ”ની પ્રગતિ અને અમલીકરણની આજે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રોજેક્ટના અમલીકરણને વધુ વેગવાન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને મંત્રી દ્વારા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ બેઠક દરમિયાન પ્રેઝેન્ટેશનના માધ્યમથી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલોટ પ્રોજેક્ટની અત્યાર સુધીની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે પ્રોજેક્ટના નિર્ધારિત લક્ષ્યોને સમયસર હાંસલ કરવા માટે ચાલી રહેલી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને આ દિશામાં સક્રિયપણે કામ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
સહકાર ક્ષેત્રમાં સહકારિતાની ભાવનાને વધુ મજબૂત કરવાના આ ઉચ્ચ મહત્વ ધરાવતા પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના કર્મઠ ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અનુભવી ચેરમેન દિલીપ સંઘાણી તેમજ રાજ્યભરના અગ્રણી દૂધ સંઘો અને વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેન, મેનેજીંગ ડાયરેક્ટર, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા.

 

(6:22 PM IST)