News of Monday, 12th May 2025
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીના પાકમાં થયેલા નુકસાન: સહાયની માંગણી
કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી :જિલ્લામાં શાકભાજી, ડાંગરના, શેરડીના તૈયાર પાકોમાં પણ વરસાદના કારણે નુકસાન થયું

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીના પાકમાં થયેલા નુકસાનને લઈને જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વેની માગ કરવામાં આવી હતી જેને લઈને વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરુ કરાયો છે. જેમાં કેરી ના પાક ને વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીની ખેતી સાથે સંકળાયેલા છે અને જીલ્લા ના ખેડૂતો કેરીના પાક પરજ નિર્ભર છે. જિલ્લામાં 38000 હેક્ટર માં આંબાવાડીઓ આવેલી છે જેમાં અત્યારે કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતો. જોકે કમોસમી વરસાદ અને ભારે પવન ના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી હતી જેથી લઈને ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. આ સાથેજ જિલ્લામાં શાકભાજી, ડાંગરના, શેરડીના તૈયાર પાકો માં પણ વરસાદના કારણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા કલેક્ટર ના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં અલગ અલગ 16 ટિમો બનાવીને સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી જિલ્લા માં 80 ટકા સર્વે પૂર્ણ કરાયો છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ જિલ્લામાં અંદાજીત 7000 થી વધુ હેકટર માં કેરી ના પાકમાં નુક્શાન થયું હોવાનું સામે આવ્યું છે. સર્વે મુજબ 20 ગામો ના ખેડૂતો ને આંબા વાડીઓમાં નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે . જેમાં જિલ્લા ના ધરમપુર અને કપરાડા વિસ્તાર માં વધુ નુકસાન થયું હોવાનું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે.
આ સાથેજ જિલ્લામાં શાકભાજીના પાક જેવા ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજી સહિત શેરડી માં પણ વાવાઝોડા ના કારણે નુકશાન થયું છે. હાલ જિલ્લામાં બાગાયત અને ખેતીવાડી વિભાગ આ બંને વિભાગો દ્વારા સત્વરે ની કામગીરી ચાલુ છે ત્યારે સર્વે સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગે નો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
