<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1585 રૂપિયા બોલાયો : જાણો 21 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 449.13 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 449.13 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1585 રૂપિયા બોલાયો હતો. બોટાદ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1381 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1584 રૂ., જસદણમાં 1570 રૂ., અમરેલીમાં 1555 રૂ., બાબરામાં 1540 રૂ., ગોંડલમાં 1526 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 449.13 ટન કપાસની આવક થઇ છે.

(8:22 PM IST)