News of Monday, 12th May 2025
ગુજરાતમાં મૂશળધાર વરસાદની સાથે ચક્રવાતના એંધાણ :15મીથી પાંચ દિવસ અનેક વિસ્તારમાં વરસાદ ખાબકશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે:ભારે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે:25 મેથી 4 જૂન વચ્ચે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. 25 મેથી 4 જૂનના રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે

અમદાવાદ :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.
છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવી સ્થિતિ છે. મે મહિનામાં જ્યાં આકરો તાપ પડવો જોઈએ, તેની જગ્યાએ અષાઠ જેવો ધોધમાર ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ભરઉનાળે આવેલા વરસાદે એક તરફ ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે હજુ પણ 2થી 3 દિવસ જગતના તાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં ભારે વરસાદ થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. આ સાથે અંબાલાલે જણાવ્યુ કે 25 મેથી 4 જૂન વચ્ચે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. 25 મેથી 4 જૂનના રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
