News of Monday, 12th May 2025
ગુજરાતના ભાજપ નેતાઓનું બુદ્ધિનું પ્રદર્શન, ટ્રોલિંગ બાદ માંગવી પડી માફી
સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છેઃમળતી માહિતી મુજબ, ચેતન સુરેજાએ '૨૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે... આખું જોવું હોય તો ૪૦૦ સીટ આપવી પડે...' આ પ્રકારની પોસ્ટ મુકી હતી

અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં ગુજરાતના રાજકોટના ભાજપના કોર્પોરેટરની વિવાદસ્પદ પોસ્ટ સામે આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન રાજકોટ ભાજપ કોર્પોરેટરે બુદ્ધિનું પ્રદર્શન કરતી પોસ્ટ વાઈરલ થતાં શહેર ભાજપના પ્રમુખે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને યુદ્ધવિરામને લઈને રાજકોટના ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાની પોસ્ટ વાઈરલ થઈ છે. મળતી માહિતી મુજબ, ચેતન સુરેજાએ '૨૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે... આખું જોવું હોય તો ૪૦૦ સીટ આપવી પડે...' આ પ્રકારની પોસ્ટ મુકી હતી. આ પછી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
આ મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'પોસ્ટ મામલે મે નગરસેવક સાથે વાત કરી હતી. નગરસેવક પાસે એક ફોર્વડિંગ પોસ્ટ આવી હતી અને તેમનાથી શેર થઈ હતી. હાલની સ્થિતિની જોતા આ યોગ્ય ન હોવાથી મે નગરસેવકને આ મામલે વાત કરી હતી. જેમાં નગરસેવકે મારી વાત સ્વીકારી લીધી હતી અને મે વાત કરી એ પહેલા જ તેમણે પોસ્ટ દૂર કરી હતી. આ મામલે તેમણે માફી માગી હતી.'
ચેતન સુરેજાની પોસ્ટ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, 'ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે. આ મામલો દેશ અને સેનાનો છે, આમાં કોઈ રાજકારણ હોવું ન જોઈએ. આ ગંભીર બાબત છે, આની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવો જોઈએ એવી અમારા કોંગ્રેસ પક્ષની માંગણી છે. આ એક બુદ્ધિનું પ્રદર્શન કહેવાય...'
જ્યારે રાજકોટ બાદ વડોદરાના વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર છાયા ખરાદીએ પણ ફેસબુક પર ભારત-પાકિસ્તાન યુદ્ધ મુદે મજાક કરતી પોસ્ટ શેર કરી હતી. આ પછી વડોદરા શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
