News of Monday, 12th May 2025
તિલકવાડા ખાતે હિન્દુ મુસ્લિમ ધર્મગુરુઓના હસ્તે રેવા ગ્લોબલ સ્કૂલનો કરાયો શુભારંભ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદાના તિલકવાડા ખાતે હિન્દુ અને મુસ્લીમ ધર્મગુરુ તથા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં રેવા ગ્લોબલ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી રીબીન કાપી સ્કૂલ ખુલ્લી મૂકવામાં આવી ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો ને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું
આજના આધુનિક સમયમાં શિક્ષા ખૂબ જરૂરી છે. શિક્ષાથી જ બાળક જીવનમાં આગળ વધીને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે છે. શિક્ષણ મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લાઓમાં જતા હોય છે પરંતુ ઘર આંગણે જ શહેર જેવી શિક્ષા મળી શકે તે માટે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે માં રેવા ગ્લોબલ સ્કૂલ નિર્માણ કરવામાં આવ્યું. આ સ્કૂલના નિર્માણ માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં તિલકવાડા નગરના ચંદ્ર મોલી સ્વામીજી, અર્ચના દીદી, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સાદાપ, બાવા તથા સલાઉદ્દીનબાપ સાથે તાલુકાના આગેવાનો ની ઉપસ્થિતિ માં ગ્લોબલ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
