News of Monday, 12th May 2025
એપ્રિલ મહિનામાં ગોરા ગામના મોબાઇલ ટાવર પર ચઢનાર ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો
પોતાની પડતર માંગણીઓ માટે આપઘાત કરવાના ઇરાદે ટાવર ઉપર ચઢી અધિકારીઓ એ અટકાવવા છતાં ટાવર બેસી રહેતા ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પોતાની માંગણીઓને લઈ ટાવર પર ચઢી અધિકારીઓની વાત નહીં માનનાર ત્રણ શખ્શો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર મુન્નાભાઇ મધાભાઇ પરમાર આર.એસ.સિક્યુરીટી સુપર વાઇઝર નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં આ કામના આરોપીઓ (૧) બાલુભાઈ શેરાભાઈ તડવી (રહે.બરોલી, તા.નસવાડી, જી.છોટાઉદેપુર) (૨) પ્રવિણભાઈ રણછોડભાઈ તડવી (રહે.પનસોલી નવી વસાહત, તા.ડભોઈ, જી.વડોદરા). (૩) મહેશભાઈ વિક્રમભાઈ તડવી (રહે,ભુમલીયા. તા. ગરૂડેશ્વર, જી.નર્મદા )નાઓ એ ભેગા થઈને પુર્વઆયોજન કરી પોતાના કામ કઢાવવા માટે પોતાની માગણીઓ પુરી કરવા એકબીજા સાથે એકસંપ થઈ ગુનાહિત કાવતરુ રચી સરદાર સરોવર નર્મદા નિગમની માલિકીની ગોરા ગામની સીમમાં આવેલ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરની ચારે તરફ તારની ફેન્સીંગ વાડ કુદી ગુનાહીત અપ-પ્રવેશ કરી ટાવર ઉપર ચઢી પોલીસ, પ્રશાસનના જવાબદાર અધિકારીઓ દ્વારા ટાવર ઉપરથી નીચે ઉતરવા સમજાવવા છતા જવાબદાર અધિકારીઓને તેઓની સત્તાવાર ફરજનો ઉપયોગ કરતા અટકાવવાના ઈરાદાથી ટાવર ઉપરથી નીચે નહિ ઉતરી આપઘાત કરવાના ઈરાદાથી ટાવર ઉપર બેસી રહી ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
