<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામના વૃદ્ધ મૃત અવસ્થા બાદ જીવિત નિકળતા ગામમાં ભારે કુતૂહલ

વડોદરાની એક હોસ્પીટલમાં સારવાર બાદ રજા આપી, તેમને સુંદરપુરા લાવતા રસ્તામાં મૃત્યુ પામ્યા બાદ ગામ નજીક આવતા તેઓ અચાનક જીવિત થતા લોકો ચોંકી ઉઠ્યા:મૃત વ્યક્તિની તેમના ગામમાં અને કુટુંબીજનોને જાણ કરાતા સંબંધીઓ તેમના ઘરે આવ્યા પરંતુ તેઓ ઘરે જીવિત અવસ્થામાં પહોચતા લોકોમાં કુતૂહલ સર્જાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના સુંદરપુરા ગામના એક વયો વૃદ્ધ પડી જતા માથામા ઈજાઓ સાથે વડોદરાની એક હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં વેન્ટીલેટર ઉપર 6 દિવસ ની સારવાર બાદ ડોક્ટરો તરફ થી પરિવારજનો ને ઘરે લઈ જઈ સેવા કરવાનું અને વેન્ટિલેટર ના સહારે તેમનો શ્વાસ ચાલતા હોવાનું કહી દેતા તેમના પરિવારજનોએ પોતાના ગામ માં આ રીત ની ખબર આપી દઈ એમ્બ્યુલન્સ મારફતે વડોદરા થી પરત ગામ લાવતી વખતે તેમના શ્વાસ બંધ થઈ ગયાનું જણાતા આ બાબત ની જાણ તેમના પુત્ર એ સુંદરપુરા મુકામે કરી દેતા અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી પરંતુ સુંદરપુરા ગામ નજીક આવતા જ રોડ ઉપર ના ખાડાઓને કારણે એમ્બ્યુલન્સ ઠપકાઈ હતી અને અચાનક મૃત માની લેવાયેલા વૃદ્ધ ના શરીર મા જીવ આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ તેમના ઘરે આવી પહોંચી હતી અને મૃત માની લેવાયેલા વૃદ્ધ જીવતા છે તેવું જાણીને અંતિમ સંસ્કાર માટે ભેગા થયેલા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું લોકો એને કુદરત નો ચમત્કાર કહેતા જણાયા હતા.
 આ વૃદ્ધ ના અંતિમ સંસ્કાર માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ હતી અને તે ફરી જીવતા થઈ જવાની વાત આસપાસ ના ગામો મા પ્રસરી જતા લોકો માં આ વાત ને લઈ ભારે કુતૂહલ સર્જાયું હતું. ત્યારબાદ આ જીવિત વૃદ્ધ ને રાજપીપળા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓ આજે સવાર સુધી સારવાર હેઠળ હતા પરંતુ આજે બપોરે તેઓ નું મોત થતા પરિવાર માં શોકની લાગણી જોવા મળી હતી



 

(11:21 PM IST)