News of Tuesday, 13th May 2025
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર :18 થી 20 જૂન શાળા પ્રવેશોત્સવ :કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. અધિકારીઓ એક પ્રાથમિક શાળા, બે માધ્યમિક શાળા તો એક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લેશે.

ગાંધીનગર : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 18 થી 20 જૂન શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. શહેરી-ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે. અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. અધિકારીઓ એક પ્રાથમિક શાળા, બે માધ્યમિક શાળા તો એક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લેશે.
સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે.” વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા તેમણે કહ્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
