News of Tuesday, 13th May 2025
સુરતના ડુમસની ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો
આરોપીને રાજસ્થાનના તથા હરિયાણા બોર્ડર પર આવેલા ડીગ જિલ્લા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ 2015માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ઝોન -6 એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીને રાજસ્થાનના તથા હરિયાણા બોર્ડર પર આવેલા ડીગ જિલ્લા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ 2015માં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં છેલ્લા 10 વર્ષથી આરોપી ઈમામુદીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ નાસ્તો ફરતો હતો, દરમ્યાન સુરત શહેર ઝોન -6 એલસીબી પોલીસની ટીમે તેના મૂળ વતન ગામ તેલીકાબાસ તા. સીકરી જી ડીગ (રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે આશરે 1100 કિલોમીટર જઈ જે તે વિસ્તારની સ્થાનીક વેશભૂષા ધારણ કરીને બે દિવસ સુધી આરોપીની માહિતી એકત્રિત કરી હતી અને આખરે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીપી દીપ વકીલએ જણાવ્યું હતું કે ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઈમામુદીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલીકાબાસ તા. સીકરી જી ડીગ (રાજસ્થાન) જે અહીંથી 1100 કિલોમીટર દુર છે ત્યાં સંતાયો હોવાની આધારભૂત બાતમી મળી આવી હતી. આ આરોપી ગુનાને કામે છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે આરોપીને ઝોન-6 એલસીબી પોલીસની ટીમે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મેળવીને પકડી પાડ્યો હતો, આ આરોપી તેના મૂળ વતન ખાતે સંતાઈને છુટક મજુરી કામ કરતો હતો.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
