<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

CBSE દ્વારા ધો.૧૦નું ૯૩.૬૬% ધો.૧૨નું ૮૭.૯૮% પરિણામ

ધો.૧૦-૧૨ કેન્‍દ્રીય માધ્‍યમિક શિક્ષણબોર્ડની પરિક્ષામાં પણ વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુઃ ધો.૧૨માં ગુજરાતનું ૯૨.૯૬% પરિણામ

અમદાવાદ, તા.૧૩: સેન્‍ટ્રલ બોર્ડ ઑફ સેકન્‍ડરી એજ્‍યુકેશનનું ધોરણ ૧૦ અને ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ ૧૨નું ૮૯.૩૯ ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના ૮૭.૯ ટકા પરિણામ કરતાં વધુ છે. જ્‍યારે ધોરણ ૧૦નું ૯૩.૬૬ ટકા પરિણામ નોંધાયું છે.

આ વર્ષે CBSE એ ૭,૮૪૨ પરીક્ષા કેન્‍દ્રો અને ૨૬ આંતરરાષ્‍ટ્રીય સ્‍થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં ૪૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૪.૧૨ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ના અને ૧૭.૮૮ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ના હતા. ધોરણ ૧૦ની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૫ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ ૧૨ના પેપર ૪ એપ્રિલ, ૨૦૨૫ના પૂર્ણ થયા. બધી શાળાઓએ ૧૪ ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્‍ટિકલ માર્ક્‍સ સબમિટ કરી દીધા હતા.

સીબીએસઈ ધોરણ ૧૨ની જેમ ધોરણ ૧૦માં પણ દીકરીઓએ બાજી મારી છે. ૯૫ ટકા દીકરીઓ પાસ થઈ છે. જેની સામે ૯૨.૬૩ ટકા છોકરાઓ પાસ થયા છે.

કેન્‍દ્રીય માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે પરિણામની ટકાવારી ૮૭.૯૮% રહી છે, જ્‍યારે દેશમાં અને ગુજરાતમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

કેન્‍દ્રીય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ એ આજે ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષનું કુલ પરિણામ ૮૭.૯૮% વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે પાછલા વર્ષના ૮૭.૩૩% પરિણામ કરતા સામાન્‍ય ઊંચું આવ્‍યું છે. આ વર્ષે ૧૬,૩૩,૭૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૬,૨૧,૨૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૪,૨૬,૪૨૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જે પરિણામ જાહેર થયું છે તેમાં ગુજરાતનું પરિણામ ૯૦ ટકાની ઉપર આવ્‍યું છે અને સંપૂર્ણ પરિણામની જેમ દીકરીઓએ બાજી મારી છે. દેશમાં લક્ષ્યદ્વીપનું ૧૦૦ ટકા પરિણામ આવ્‍યું છે. ગુજરાતમાંથી ૩૨૭૮૨ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૩૨૬૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૩૦૩૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતના પરિણામની ટકાવારી ૯૨.૯૬% રહી છે.

ફરી એકવાર દીકરીઓએ દીકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. દીકરીઓની પાસ થવાની ટકાવારી ૯૧.૫૨% છે, જે દીકરાઓ કરતાં ૬.૪૦% વધુ છે. આ વખતે પણ CBSEએ ટોપર્સની યાદી જાહેર કરી નથી અને કોઈ મેરિટ યાદી પણ તૈયાર કર્યું નથી, જોકે, ૨૪,૦૬૮ જવાહર નવોદય વિદ્યાલય એ ૯૮.૯૦%ની પાસ ટકાવારી સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ પછી કેન્‍દ્રીય વિદ્યાલય ૯૮.૮૧% અને ખાનગી શાળાઓ ૮૮.૫૫% સાથે બીજા નંબરે છે

(4:33 PM IST)