<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

કડીના નંદાસણ રોડ પર ગમખ્વાર અકસ્માત :રીક્ષા અને આઇસર વચ્ચે ભયંકર ટક્કર :ચાર લોકોના ઘટના સ્થળે મોત :બે ગંભીર

ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે અકસ્માતમાં રિક્ષામાં સવાર મુળ પાટણના અને હાલમાં નંદાસણ ખાતે રહેલા ચાર લોકોનાં મોત

કડી તાલુકાના નંદાસણ રોડ પર ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે એક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રીક્ષા અને આઇસર વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતમાં રીક્ષામાં રહેલા ચારેય લોકોનાં મોત નિપજ્યાં છે. 

પ્રાથમિક માહિતી અનુસાર મુળ પાટણના અને હાલમાં નંદાસણ ખાતે રહેલા ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. રીક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 02 ZZ 440 વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે

આ ગંભીર અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. સમગ્ર મામલે તપાસ આદરી છે.

(6:49 PM IST)