<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવિન સંશોધનો કરવા જ રહ્યાં : ઈશા અંબાણી : આવતીકાલની મહિલાઓએ સ્‍ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્‍પ તરીકે સ્‍વીકારવી જોઇએઃ ઈશા અંબાણી : મેં મારી મમ્‍મી, એટલે કે મહિલા સશક્‍તિકરણની ચેમ્‍પિયન, શ્રીમતી નીતા અંબાણીને વારંવાર એવું કહેતા સાંભળ્‍યાં છે કેઃ તમે એક પુરુષને સશક્‍ત બનાવશો તો તે એક પરિવારનું પાલનપોષણ કરશે. પરંતુ તમે એક મહિલાને સશક્‍ત બનાવશો તો તે આખા ગામનું પાલનપોષણ કરશેઃ ઈશા અંબાણી : વધારેને વધારે છોકરીઓ - આવતીકાલની મહિલાઓએ સ્‍ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્‍પ તરીકે સ્‍વીકારવી જોઇએ : દુઃખદ રીતે, આજે પણ, ભારતના ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે11:59 AM IST

જુનાગઢ એસપી, રાજકોટ સીપી, ડીસીપી ક્રાઇમ ટીમની ભિંસ વધતા સુરતથી વડોદરા મંગલસૂત્રો ખેંચવા રચેલો કારસો નિષ્ફળ : મૂળ સૌરાષ્ટ્રના સુશિક્ષિત યુવાનોએ સાથે મળી કોઈ ધંધો વિચારવાને બદલે સુરતથી વડોદરા પહોંચી અને બાઇક ચોરી કરી સમળી બનવા અદભુત યોજના ઘડેલી : વડોદરા સીપી નરસિંહમાં કોમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ટોપ ગિયરમાં મૂકતાં જ જૂનાગઢ, રાજકોટ સહિત ૧૫ ગુન્હાના આરોપી વૈભવ જાદવ અને ૧૦ ગુન્હાના આરોપી : ભાવિન ચાંડપાને પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા, અને પીએસઆઈ ડી. આર. દેસાઈ અને પીએસઆઈ પી.એમ.ધાકડા ટીમે આબાદ ઝડપી લીધાઃ જેસીપી મનોજ નીનામાં, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડ જેવા અનુભવી અઘિકારીઓનું માર્ગદર્શન ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વનું પુરવાર, મુદ્દામાલ કબ્જે12:38 PM IST

જમીન દબાણકારો ઉપર તૂટી પડવા રાજકોટના ૧૪ મામલતદારોને કલેકટરનો આદેશ : નોટીસો ફટકારો : દર ૧૦ થી ૧ર દિવસે એક દબાણ હટાવવું પડશે : નક્કર કામગીરી દેખાડવા સૂચના... : સર્કલ-પ્રાંત -મામલતદારોને સરકારી ખરાબાની વિગતો જાણી લેવા હુકમો : કલેકટરના ધ્‍યાને બે સ્‍થળનું દબાણ આવ્‍યું : રાજકોટમાં ચાલતા વિવિધ પ્રોજેકટોની સમીક્ષા-રિવ્‍યુ અંગે આર. એન્‍ડ બી. એઇમ્‍સ સહિત તમામ એજન્‍સીને સાંજે બોલાવતા પ્રભવ જોષી : કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને કાલે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક : ૧૦૦ થી વધુ કેસો.: ર૪ મીએ ચૂંટણી બાદની પ્રથમ આર.ઓ. બેઠક : મહેસુલી મુદ્દાઓ -તુમાર- દબાણ તથા કોર ગ્રૃપના મુદ્દાઓ ઉપર ખાસ ફોકસ કરાશે : સમીક્ષા થશે 4:51 PM IST