News of Tuesday, 13th May 2025
ઓપરેશન સિંદૂરની સફળતાની અમદાવાદમાં ઉજવણી :મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં જોડાયા
સાંજે 5 વાગ્યે તેઓ વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઇને સુભાષચંદ્ર બોઝ સર્કલ (RTO સર્કલ) સુધી યાત્રામાં જોડાશે. આરટીઓ ખાતે તેઓ યાત્રાનું સમાનપ કરશે.

અમદાવાદ : પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કાયરતાપુર્ણ પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. જેનાં જવાબ સ્વરૂપે ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હતું. આશરે 9 પાકિસ્તાની આતંકવાદી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 100 થી વધારે આતંકવાદીઓનો સફાયો થયો હતો. જો કે પાકિસ્તાને વળતો પ્રહાર કરતા ભારતે તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો. જેના કારણે પાકિસ્તાને ભારે ખુંવારી વેઠવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદુરને અભુતપુર્વ સફળતા મળી હતી. જેની ઉજવણી કરવા માટે અમદાવાદ ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિવિધ સંસ્થાઓના સંકલનથી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવી પણ અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં હાજરી આપવાનાં છે. સાંજે 5 વાગ્યે તેઓ વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઇને સુભાષચંદ્ર બોઝ સર્કલ (RTO સર્કલ) સુધી યાત્રામાં જોડાશે. આરટીઓ ખાતે તેઓ યાત્રાનું સમાનપ કરશે.
મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહેવાનાં હોવાનાં કારણે ગઇકાલથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. સમગ્ર રૂટને દુલ્હનની જેમ શળગારવામાં આવ્યો છે. મેટ્રો પિલરને ત્રિરંગા રંગથી રંગી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રૂટ પર કેસરી સફેદ અને લીલા કલરની લાઇટો લગાવવામાં આવી છે. સમગ્ર રૂટને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
