<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ગુજરાતના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ રજા લઇ શકશે

સરકારે રજાઓ મંજૂર કરવાનો લીધો નિર્ણયઃરાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે

અમદાવાદ: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે ૧૦મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશી લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. એટલું જ નહીં, રજાઓ દરમિયાન તમામે ફોન-ઈ મેલ પર પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.

 

 

 

(9:39 PM IST)