News of Tuesday, 13th May 2025
ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી મતદાન યોજવા સૂચના
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી તૈયારીઓઃઆ ઉપરાંત વિસર્જન થયેલી તથા મધ્યસત્ર ચૂંટણીને લઈ પૂર્વ તૈયારીઓ માટે કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે

અમદાવાદ:ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આખરી તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવા માટે સૂચના આપી દેવાઈ છે. વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને બેલેટ પેપર અને કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. ૧-૪-૨૦૨૨ થી ૩૦-૬-૨૦૨૫ સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. આ ઉપરાંત વિસર્જન થયેલી તથા મધ્યસત્ર ચૂંટણીને લઈ પૂર્વ તૈયારીઓ માટે કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. જેમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવા આદેશ કરાયો હતો. તે ઉપરાંત કલેકટરને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
