News of Tuesday, 13th May 2025
અમદાવાદના સરદારનગરમાં કાપડના વેપારીને લોરેન્સના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવી :એક આરોપી ઝડપાયો
વેપારીને આકાશ ઉર્ફે મુનિયાડોન નામના આરોપીએ લોરેન્સના નામે ધમકી આપી બે યુવકોએ કાપડના વેપારી પાસેથી એક લાખની ખંડણી કરી હતી.

અમદાવાદના સરદારનગરમાં કાપડના વેપારીને લોરેન્સના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવવા મામલે એક આરોપી ઝડપાયો છે. વેપારી પાસેથી બે શખ્સોએ ભેગા મળી એક લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. જે ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના સરદારનગરના કાપડના વેપારીને આકાશ ઉર્ફે મુનિયાડોન નામના આરોપીએ લોરેન્સના નામે ધમકી આપી હતી. ધમકી બાદ બે યુવકોએ કાપડના વેપારી પાસેથી એક લાખની ખંડણી કરી હતી. ખંડણી બાદ વેપારીએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને ઝોન 6 LCB એ આકાશ ઉર્ફે મુનિયાડોન નામના આરોપીની ધરપકડ કરી છે.
લોરેન્સના નામે ધમકી આપનાર આરોપી આકાશ અગાઉ જેલમાં હતો, અને તેને અન્ય આરોપી સાથે મુલાકાત થઈ હતી, જે દરમિયાન આકાશે લોરેન્સ પણ તે જ જેલમાં હોવાથી તેનાંથી પ્રભાવીત થઈને તેના નામથી ધમકી આપી પૈસા પડાવ્યા હતા, આ મામલે ઝોન 6 એલસીબીએ વધુ તપાસ શરૂ કરી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
