<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

રાજપીપળાથી રામગઢને જોડતો પુલ સંપૂર્ણ બંધ કરી દેતા અનેક ગામના લોકોને લાંબો ફેરો ફરવો પડશે

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા કરજણ ઓવારા પાસે નદી ઉપર બનેલા રાજપીપળાથી રામગઢને જોડતા પુલમાં વારંવાર ખામી આવતા રિપેરિંગ માટે વારંવાર બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં વધુ ખામી આવતા તંત્ર દ્વારા આ પુલ સંપૂર્ણ બંધ કરી દેતા આસપાસના ગામોના લોકોને લાંબો ફેરો ફરવો પડશે. આ પુલ બન્યો ત્યારથી વિવાદ માં રહ્યો કેમ કે વારંવાર તેનો પીલ્લર બેસી જતા ઘણી વાર રિપેરિંગ માટે પુલ ભારે વાહનો માટે બંધ કરાયો હતો પરંતુ હવે તો પુલ એકદમ જોખમી થઈ પડતા નવેસર કામગીરી કરવા પુલ સંપૂણ બંધ કરાયો છે.હવે નવેસર થતી કામગીરી યોગ્ય રીતે કરાઈ અને કોઈ વેઠ ના ઉતારાય તેવી લોકમાંગ છે. હાલમાં રામગઢ પુલ પર બંને છેડે પતરા મારી પુલ પરથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે જેથી રામગઢ તરફથી રાજપીપળા આવતા કે જતા લોકોને હવે લાંબો ફેરો ફરી ને આવવું જવું પડશે.

(10:16 PM IST)