તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 13th May 2025
દેડિયાપાડા પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતાં આરોપીને ચોટીલાથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા
દેડિયાપાડા પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતાં આરોપીને ચોટીલાથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપી પકડવા સારૂં ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય. હાલમાં ડ્રાઇવ ચાલુ હોય પેરોલ-ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઈ ડી.આર. રાઠોડ નાઓને દેડિયાપાડા પો.સ્ટે.ના ગુનામાં સંડોવાયેલ દિનેશભાઇ હસુભાઇ બાવળિયા (ઉ.વ.૨૬)( રહે.ભીમગઢ પ્રાથમિક શાળાની બાજુમાં તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર) નાઓને અટક કરવાનો બાકી હોય જે તા.૧૦/૦૫/૨૦૨૫ નારોજ પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત બાતમી આધારે ચોટીલ ખાતે રવાના થયેલ અને તા.૧૧/૦૫/૨૦૨૫ ના આશાપુરા નાસ્તા હાઉસ, ચોટીલા ખાતે હાજર હોવાની ચોક્કસ બાતમી આધારે તપાસ વોચમાં રહેતાં મળી આવતાં પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ તેને દેડિયાપાડા પો.સ્ટે.ખાતે સોંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર સ્ટાફ માં (૧) આર.જી. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદા(૨) ડી.આર.રાઠોડ ઇન્ચાર્જ પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા(૩) એ.એસ. આઇ. ચંદ્રકાન્તભાઇ કનુભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા (૪) એ.એસ.આઇ. અશ્વિનભાઇ જયસુખભાઇ પેરોલ ફર્લો સ્કોડ નર્મદા(૫) અ.હે.કો.નરેન્દ્રભાઈ બાબુભાઈ પેરોલ ફર્લો સ્કોડ નર્મદા(૬) અ.હે.કો. તરૂણભાઈ રમેશભાઈ પેરોલ ફર્લો સ્કોડ નર્મદા(૭) આ.પો.કો. વિનોદભાઇ પરાગભાઈ પેરોલ ફર્લો સ્કોડ નર્મદા(૮) આ.પો.કો.સુરેશભાઈ મંગાભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા(૯) આ.પો.કો.મુકેશભાઇ નટવરભાઇ પેરોલ ફર્લો સ્કોડ નર્મદા.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
