News of Tuesday, 13th May 2025
રૂઢ ભીલવાડા ગામ તરફ વર્ષોથી ફરતું દીપડાનુ પરિવાર પાલતુ પ્રાણીઓ અને લોકો માટે જીવલેણ
જુના ગામમાં રહેતા એક વ્યક્તિના ઘરે લાઇટ નથી તેમના અને અન્યો ના મળી લગભગ 20 બકરા દિપડા ખાઈ ગયા હોવાની વાત:વન વિભાગે ત્યાં પાંજરું ગોઠવ્યું છે પણ દીપડો અંદર નહીં આવી ગામમાં લટાર મારતા ફફડાટ: ગામના તળાવ માં બે મગરો હોય એક મગર ને વન વિભાગે રેસ્ક્યુ કરી પકડ્યો પરંતુ હજુ એક મગર હયાત છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રુંઢ ભીલવાડા ગામમાં લાંબા સમયથી દીપડાનુ આખું પરિવાર વસવાટ કરે છે અને અવાર નવાર દીપડા ફરતા દેખાઈ છે ત્યારે ભૂતકાળમાં આ દીપડા એ કેટલાક પાલતૂ પ્રાણીઓ ને ખોરાક બનાવ્યા હતા જેથી આજે પણ લોકો ભયના ઓથા હેઠળ જીવે છે.
મળતી માહિતી મુજબ છેલ્લા ચારેક વર્ષથી રુંઢ ભીલવાડા ગામ તરફ દીપડો, દીપડી અને તેના બે બચ્ચા આમ આખું પરિવાર આ તરફ રહે છે અને થોડાક મહિના પહેલા ત્યાં જુના ગામમાં રહેતા એક વ્યક્તિના ઘરે લાઇટ નથી, તેમના અને અન્યોના મળી લગભગ 20 બકરા આ દિપડા ખાઈ ગયા હતા હાલ માં ત્રણેક મહિનાથી વન વિભાગે ત્યાં પાંજરું ગોઠવ્યું છે પરંતુ હજુ આ દિપડાના પરિવારના એકપણ સભ્ય પાંજરે પુરાયો નથી અને ગમે ત્યારે ખેતર કે ગામના રસ્તા પર દીપડા નિકળતા લોકો ફફડી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના તળાવમાં બે મગર હતા જે પૈકી વન વિભાગે એક મગર ને રેસ્ક્યૂ કરી ઝડપી પાડ્યો હતો અને હજુ એક મગર તળાવમાં હયાત હોય તેને પણ પકડે તેવી ગ્રામજનો આશા રાખે છે.
રાજપીપળા વન વિભાગ ના આર.એફ.ઓ જીગ્નેશ સોની એ આ બાબતે જણાવ્યું કે હા રુંઢ તરફ દીપડા છે અને નાંદોદ તાલુકામાં પણ દીપડાની સંખ્યા વધે છે રુંઢ માં પાંજરું મૂક્યું છે પરંતુ દીપડો એક વાર પાંજરામાં પુરાયો હોય તો એ હોશિયાર બની જાય છે અને બીજીવાર પાંજરા માં નથી ભરાતો પરંતુ પાંજરા ની આસપાસ ફરી ને નાશી જાય છે. છતાં અમે દીપડા ને પકડવા કાર્યવાહી કરીશું.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
