News of Tuesday, 13th May 2025
તંત્ર ની લાલીયાવાડી : બારખાડી ગામે આજે પણ ગ્રામજનો 500 રૂપિયા ઘરદીઠ ઉઘરાવી જાતે રસ્તો બનાવવા મજબૂર
રસ્તાના અભાવે ગ્રામજનો મુશ્કેલીમાં : ગામના સાત ફળીયા તમામ ફળિયામાં જતો રસ્તો કાચો, ચોમાસામાં અવરજવર બંધ થઇ જાય છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભીલવસી ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતું અંતરિયાળ બારખાડી ગામમાં આજે પણ કાચો રસ્તો હોય અવર જવર માટે વિધાર્થીઓ, ગ્રામજનો અને નોકરી કરતા કર્મચારીઓ ને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં તો બારખાડી ગામના તમામ ફળીયા ના રસ્તાઓ તૂટી જાય છે ખાડા પડી જાય છે. એક ફળીયાથી બીજા ફળીયા સુધી ચાલતા જઈ શકાતું નથી.ત્યારે ગ્રામજનો ભેગા મળીને ઘરદીઠ 500 રૂપિયા કાઢી જેસીબી મશીન ટેક્ટર લાવી ખાડા પુરાવે અને બાકીનો રસ્તો પાવડા ત્રિકમ ઉઠાવી ગ્રામજનો જાતે સીધો કરે છે. ત્યારે નરેગા થી લઇ સરકારી ગ્રાંટો ક્યાં જાય છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ લોકો રસ્તા વગર ના તકલીફ વેઠી રહ્યા છે.
ગરુડેશ્વર તાલુકાના ભીલવસી ગ્રુપ ગ્રામપંચાયત માં આવતું બારખાડી ગામ જેની વસ્તી આશરે 3500 જેટલી છે અને 850 જેટલું ગામનું વોટિંગ છે.ગામમાં એટલા મતદારો છે. છતાં ગામનો કોઈ સભ્ય ના હોય આ ગામ આજે પણ વિકાસથી વંચિત છે. બારખાડી ગામ સુધી રસ્તો છે સ્કૂલ સુધી રસ્તો છે પણ સ્કૂલથી ગામના ફળિયામાં જવા 3 થી 4 કિમીનું અંતર છે જે રસ્તો ખુબ ખરાબ છે. નિશાળ ફળિયાથી પટેલ ફળિયું, માદર ફળિયું, ગટમાસી ફળિયું, ખાતેરા ફળિયું, પાલી ફળિયું આમ 7 ફળીયા નું અંતર અલગ અલગ છે. ચોમાસામાં ખાડી આવતા રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે ત્યારે અવર જવર બંધ થઇ જાય છે. નરેગામાં રસ્તો બનાવવા માંગ કરી તો પણ નથી બનતો, આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં નેતાઓ વોટ મંગાવા આવશે અને વાયદા કરી જાતા રહેશે પણ કોઈ રસ્તો નહિ બનાવી આપે. તો ગ્રામજનો આ સાત રસ્તા ની માંગ કરી રહ્યા છે
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
