<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

લગ્નમાં જવાનું કહી અઢી વર્ષની દીકરી સાથે માતા ગુમ થતા પતિએ પોલીસની મદદ માંગી

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નરવાડી ગામથી ગુમ થયેલા માતા પુત્રી ને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

મળતી માહિતી અનુસર વિષ્ણુદાસ ફતેસિંગ પાડવી રહે.ગોવાલી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) એ સાગબારા પોલીસ ના જાણ કર્યા મુજબ તેમના પત્ની  (૧) મંદાબેન વિષ્ણુદાસ ફતેસિંગ પાડવી ઉ.વ.૨૭ અને દીકરી (૨) અન્વીશા વિષ્ણુદાસ ફતેસિંગ પાડવી ઉ.વ.અઢી વર્ષ રહે.ગોવાલી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) આ બંને તેમની સાસરી નરવાડી ગામ થી લગ્ન માં જવાનું કહી તારીખ ૬ મે ના દિવસે ગયા હતા પરંતુ પાછા નહી આવત બંને ની ઘણી શોધખોળ બાદ કોઈજ ભાળ નહી મળત વિષ્ણુ ભાઈ એ પત્ની અને દીકરી ગુમ થવા બાબતે સાગબારા પોલીસ ને જાણ કરી હોય પોલીસે માતા પુત્રી ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

(10:29 PM IST)