News of Wednesday, 14th May 2025
વિરમગામ વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાનુ 75 વર્ષની વયે નિધન, 18મી ને રવિવારે બેસણું
વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાના નિધનથી પત્રકાર જગતમાં શોકની લાગણી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ડુમાણા ગામના વતની વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાનું માદરે વતન ડુમાણા ખાતે મંગળવારે ટૂંકી માંદગી બાદ દુઃખદ નિદાન થયું હતું. પત્રકારત્વ ક્ષેત્રનો એક યુગ આથમી ગયો. વિરમગામ તાલુકાના ડુમાણા ગામના વતની વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતા પત્રકારત્વ આલમ સાથે છેલ્લા 40 વર્ષોથી વધુ સમય જોડાઈને કામ કર્યું હતું નવીનચંદ્ર મહેતાના અવસાનથી સમાજ સામાજિક રાજકીય અગ્રણીઓ અને પત્રકારો તથા બહોળા વાંચક વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે છેલ્લા 35 થી 40 વર્ષોમાં ગુજરાતના અગ્રગણ્ય અખબાર સાથે તેમને કામ કર્યું હતું મુંબઈ સમાચાર,સંદેશ ગુજરાત સમાચાર સહિત અનેક અખબારોમા કામ કર્યુ નવીનચંદ્ર મહેતાનું જીવન સંઘર્ષમય સ્પષ્ટ વક્તા સાથે નિખાલસ સાધગી ભર્યું જીવનશૈલી અનેક વ્યક્તિઓને જાણે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા હતાં. પત્રકારોત્વને સમર્પિત માણસ વિરમગામ પંથકમાં વિકાસ સત્ય બહાર લાવવા સહિત ઘણી મહેનત કરતા ઉત્સાહી અને સક્રિય સ્વભાવના નવીનચંદ્ર મહેતા પોતે અનુભવ ભાથુ બાંધી અનેક પત્રકારોને તૈયાર કર્યા હતા. સદગત નુ બેસણું આગામી 18 મે રવિવાર રોજ સવારે 8 થી 12 કલાકે માંડવી ચોક ડુમાણા ગામ ખાતે રાખેલ છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
