<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરાયો

ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

અમદાવાદ,તા.૧૪

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

૧.ટ્રેન નં. ૧૯૪૧૧ સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ ૧૫ મે ૨૦૨૫ થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (૧૦.૦૫ કલાકે) ઉપડશે.

૨.ટ્રેન નં. ૧૯૪૧૨ દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ ૧૪ મે ૨૦૨૫ થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (૧૫.૦૫ કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે.

૩.ટ્રેન નં. ૧૯૨૨૩ ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ૧૫ મે ૨૦૨૫ થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (૧૦ઃ૨૫ કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૦.૫૩/૧૦.૫૮ કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.૪.ટ્રેન નં.૧૯૨૨૪ જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ૧૪ મે ૨૦૨૫ થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (૧૪.૦૫ કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૩ઃ૦૮/૧૩ઃ૧૦ કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન

૧.ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ૧૫ મે ૨૦૨૫ થી ગાંધીનગર કેપિટલ થી ૧૦.૩૦ કલાકને બદલે ૧૦.૨૫ કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૧૦.૫૦/૧૦.૫૨ કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

૨.ટ્રેન નંબર ૧૯૧૦૭ ભાવનગર-સ્ઝ્ર્સ્ ઉધમપુર એક્સપ્રેસ નો ૧૫ મે ૨૦૨૫ થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય ૧૦.૦૫/૧૦.૧૦ કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

કોચ સંરચનામાં પરિવર્તન

ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ૧૫ મે ૨૦૨૫ થી ગાંધીનગર કેપિટલ થી અને ૧૪ મે ૨૦૨૫ થી વેરાવળથી એસી ૨-ટાયર ના ૨ કોચ, એસી ૩-ટાયરના ૫ કોચ, સ્લીપર ક્લાસના ૮ કોચ, જનરલ ક્લાસના ૪ કોચ અને ૨ કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(10:08 PM IST)