હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

મહિસાગર તા.૧૫: જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે સાંભળીને ૨ ઘડી તમે ચોંકી જશો. અહીંયા એક ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે બાળકીને હવસનો શિકાર બનાવનાર શખ્સ કોઈ બીજું નહીં પરંતુ બાળકીના કાકા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આરોપી હાલ ફરાર થઈ ગયો છે. જેથી તેને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. જેમાં એક ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ ઘટનાને લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકોમાં રોષનો માહોલ પણ ફેલાયો છે. બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ તેના કાકા છે કે જેણે બાળકીની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર મામલે બાળકીની હાલત નાજુક હોવાને કારણે હાલ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને બાળકીના માતા પિતાના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે. ઘટનાને લઈને લોકોમાં લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી હાલ ફરાર થઈ ગયો છે. જોકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને આરોપીને અલગ અલગ ટીમો બનાવીને શોધવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. બાળકીને હાલત ઠીક ન હોવાને કારણે હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.(૩૮.૪)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM