<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

આખા રાજ્‍યના વ્‍યાજખોરો ફફડી ઉઠે તેવી કચ્‍છ પોલીસની ઐતિહાસિક કાર્યવાહીની ભીતરી કથા

બે બહેનો અને એક ભાઈના ગુન્‍હાહિત ઇતિહાસ કેન્‍દ્રમાં રાખી પોલીસે ગુજસીટોકથી સંતોષ માનવાને બદલે મિલકત જપ્તી કરી : મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયની રણનીતિનો બોર્ડર આઇજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમારે પ્રજાહિતમાં અનોખો દાખલો બેસાડવા સંકલ્‍પ કર્યો Dysp મુકેશ ચોધરી સાથે ચર્ચા કરી આની અમલવારી વિવિધ કાયદાઓથી સુપરિચિત પીઆઇ અજયસિંહ ગોહિલને સુપ્રત થતા જ સપાટો બોલ્‍યો

રાજકોટ તા.૧પઃ  વ્‍યાજખોરીના કેવા પરિણામો આવે છે તેની સમાજને જાણ છે. આવા ગંભીર પરિણામ અટકાવવા માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય  આખા રાજ્‍યની પોલીસને એલર્ટ કરેલ છે. રાજ્‍યના બોર્ડર વડા ચિરાગ કોરડીયા અને કચ્‍છ પૂર્વના એસપી સાગર બાગમાર પણ આ મામલે ખૂબ ગંભીર હોવાથી તેઓ દ્વારા તુરંત આ મામલે આખા રાજ્‍યમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા નિર્ણય  લેવાયો હતો. આ યોજના અંતર્ગત ઐતિહાસિક નિર્ણય કચ્‍છના અંજારથી કરવા રણનીતિ નક્કી થયેલ. જે માટે DYSP મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો, ક્રાઇમ બ્રાન્‍ચ વિગેરેમાં ફરજ બજાવી કાયદાનો બારીકાઈથી જેમનો અભ્‍યાસ છે તેવા પીઆઈ અજયસિંહ ગોહિલ ટીમને અમલવારી સુપરત થયેલ  અને પ્રથમ બે બહેનો અને એક ભાઈ વિરુદ્ધ ગુજસીટોક અને ત્‍યારબાદ મિલકત જપ્તી કાર્યવાહીથી અનોખી મિશાલ પ્રસ્‍થાપિત કરી છે. તો ચાલો આખી વાતથી વાકેફ બનીએ.

(૧) રિયાબેન ગુસાઈ પાસે થી મેઘપર બોરીચામાં પ્‍લોટ નં. ૭/૩૯ કિ. રૂા. ર,પર,પ૦૦/-, જી. જે. ૧ર-ઇઇ-ર૧રર મહિન્‍દ્રા કંપનીનો સકોર્પીયો ગાડી કિ. ૧૪,૭૯,૮પ૧/-, એમ કુલ કિ. રૂા. ૧૭,૩ર ૩પ૧/- ની કિંમતની માલમતા જપ્ત કરવામાં આવી છે.  (ર) આરતીબેન ગુસાઇ પાસેથી અંજારના રેવેન્‍યુ સર્વે નં. ૬૬૮ પ્‍લોટ નં. ૭૪ દેવનગર કિ. રૂા. ૬,૪પ,ર૦૦/- (૩) આરોપીઓએ તેઓના માતા તારાબેન ગુસાઇના નામે વસાવેલ મેઘપર બોરીચીમાં આશાપુરાનગરમાં પ્‍લોટ નં. ૬ર કિ. ૬૦,૧૭૦/- જપ્ત કરવામાં આવેલ છે

(2:55 PM IST)