તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 15th May 2025
૧૭ વર્ષ અને ૧૨ વર્ષથી વોન્ટેડ પણ પોલીસના સકંજામાં
અમદાવાદમાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકનું ઓપરેશન વોન્ટેડ પુરજોશમાં વધુ બે મોટી સફળતા : જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, ડીસીપી ભરત રાઠોડ, એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીઆઇ ખાંભલા, પીઆઇ એસ. એસ. સોલંકી ટીમની કાબીલેદાદ કામગીરી

રાજકોટ તા.૧પઃ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા ગુન્હો કર્યા બાદ વર્ષોથી કોઈ આરોપી પોલીસ ન ઝડપી શકે તે પોલીસ માટે નાલેશી જેવું ગણાય, આવી શીખ ચાર્જ સંભાળતા સાથે આપી દરેક મિટિંગમાં વોન્ટેડ લિસ્ટ કેટલું . ક્લીઅર થયું, અભિયાન કયા પહોંચ્યું તેની ઉઘરાણી થાય છે. બીજી તરફ જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર અને ડીસીપી ભરત રાઠોડ તથા એસીપી યુવરાજસિંહ ગોહિલ પણ આ પ્રકારનું વલણ ધરાવતા હોવાથી ઓપરેશન વોન્ટેડ પરિણામલક્ષી બનવા સાથે પૂર જોરમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શાહપુર પોલીસ અને કાગડાપીઠ પોલીસ મથકના સ્ટાફને ઉકત અધિકારીઑના માર્ગદર્શનમાં મોટી સફળતા મળી છે.
શ્રી જી.એસ.મલીક સાહેબ, પોલીસ કમિશનરશ્રી, અમદાવાદશહેર, શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ, અધિક પોલીસ કમિશનરશ્રી સેક્ટર-૧, શ્રી ભરતકુમાર રાઠોડ સાહેબ, નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-૨ તથા શ્રી હિરેન્દ્ર ચૌધરી સાહેબ, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરશ્રી ૅસીૅ ડિવિઝન અમદાવાદ શહેરનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ડ્રાઈવ રાખી નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચનાઓ આધારે શ્રી પી.બી.ખાંભલા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી તથા શ્રી એચ.ડી.જાડેજા સેકન્ડ પો.ઈન્સ. નાઓએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મજબુત બાતમીતંત્ર ઉભુ કરવા માર્ગદર્શન આપેલ હોય જે આધારે નાસતા ફરતા આરોપીઓને પકડવા ડી.જી.ભાટીયા પો.સબ.ઈન્સ સર્વેલન્સ સ્કોર્ડનાઓએ સર્વેલન્સ સ્કોર્ડની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ તજવીજ હાથ ધરેલ. તે દરમ્યાન સર્વેલન્સ સ્કોર્ડના અ.હે.કો. મુકેશકુમાર રામસંગભાઈ બ.નં.૮૩૫૬ તથા પો.કો.દેવરાજસિંહ હરીપાલસિંહ બ.નં.૧૨૦૪૧ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે શાહપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૬૫/૨૦૦૮ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ તથા શાહપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૬૭/૨૦૦૮ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબના બે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી વિશાલ અમરીશભાઈ વ્યાસ રહે.ગીતા એપાર્ટમેન્ટ પરીમલ સોસાયટી પાછળ, આંબાવાડી એલીસબ્રીજ અમદાવાદનાનો ગુનો કરી નાસી ગયેલ હોય જે આરોપી પોલીસ ધરપકડથી બચવા છેલ્લા ૧૭ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને ભુદરપુરા વાસણા વિસ્તારમાંથી પકડી હસ્તગત કરી આરોપી વિરુધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, શાહપુર પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ દ્વારા બે ગુનાઓમાં ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. કામગીરી કરનાર અધીકારી/કર્મચારી પી.બી.ખાંભલા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર, એચ.ડી.જાડેજા સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર, ડી.જી.ભાટીયા પો.સબ.ઈન્સ સર્વેલન્સ સ્કોર્ડ
અ.હે.કો. મુકેશકુમાર રામસંગભાઈ બ.નં.૮૩૫૬, પો.કો. દેવરાજસિંહ હરીપાલસિંહ બ.નં.૧૨૦૪૧ તથા સર્વેલન્સ સ્કોર્ડ ટીમ એ આરોપી - વિશાલ અમરીશભાઈ વ્યાસ ઉ.વ.૫૧ રહે.ગીતા એપાર્ટમેન્ટ પરીમલ સોસાયટી પાછળ, આંબાવાડી એલીસબ્રીજ અમદાવાદ શહેર હાલ રહે.એ/૧, ભાવના એપાર્ટમેન્ટ, નારાયણનગર રોડ, સ્વસ્તીક એપાર્ટમેન્ટ પાછળ, પાલડી, અમદાવાદ શહેર સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.સોલંકી નાઓના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૦૭૩/૨૦૧૩ ધી પ્રોહીબીશન એક્ટની કલમ-૬૬(૧) (બી),૬૫ (ઇ),૮૧ મુજબના ગુનાના કામના નાસતા-ફરતા આરોપી નામે રાજેશસિંહ રતિપાલસિંહ રાજપુત રહે,ગામ-મરેના પોસ્ટ અમોરા તાલુકો-અમોરા જિલ્લો-શાહજહાનપુર ઉત્તરપ્રદેશનાનો છેલ્લા ૧૨ વર્ષથી પ્રોહીબીશનના ગુનામા નાસતો-ફરતો હોય જેની નારોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. આર.ડી.સાંબડ નાઓની મદદ આધારે તેમજ ટેકનીકલ/હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા સદર આરોપી તેના વતનમા ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતે હોવાનુ જણાઇ આવતા ઉપરી અધિકારી શ્રીઓની મંજુરી મેળવી પો.સ.ઇ. વી.ડી. પટેલ તથા અ.હેડ.કોન્સ. કલ્પેશકુમાર કાનજીભાઇ બ.નં-૧૦૨૫૬ તથા અ.પો.કો. દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ બ.નં-૯૬૧૨ નાઓની ટીમ બનાવી ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતે તપાસમા જઇ ઉપરોક્ત નાસતા-ફરતા આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
