News of Thursday, 15th May 2025
સુરતમાં હીરાના ૨૧ વેપારીઓને ૮ કરોડ બત્રીસ લાખ અને વિશ હજારનું બુચ મારી દેતા ખળભળાટ
ડાયમંડ નગરી તરીકે જાણીતા શહેરમાં મૂળ ૩ સૌરાષ્ટ્રના શખ્સોએ કરોડોના હીરા ખરીદી પેમેન્ટ ન કરતા હીરા બજાર હચમચી ઉઠી : ગુજરાતભરમાં ચકચારી મામલામાં મૂળ અમરેલી પંથકના એકની અટકઃ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઈકોનોમિક સેલના એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા ટીમનો સપાટો

રાજકોટ તા.૧૫: ડાયમંડ નગરી તરીકે વિશ્વભરમાં નામના ધરાવતા સુરત શહેરના ૨૧ જેટલા હીરાના વેપારીઓ પાસેથી કૂદરતી હીરાનો ૮ કરોડ, ૨૦ લાખ જેટલો માલ ખરીદી બૂચ મારી દેવાનો જેના પર આરોપ છે તેવા મૂળ અમરેલી પંથકના અને હાલ સુરત રહેતા કૌશિક કાકડિયા વિરુદ્ધની ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુન્હા નિવારણ સેલના એસીપી ઘનશ્યામસિંહ રાઠોડ ટીન દ્વારા પ્રાથમિક તપાસ આધારે અટક કરી પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા સમર્થન આપવામાં આવેલ
સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ-૨૧ વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ કરી રૂ.૮,૨૦,૩૨,૩૨૦/- (આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ હજાર) નું પેમેન્ટ નહીં ચુકવી ઉઠામણુ કરનાર મહંત ડાયમંડ એલ.એલ.પી. (MAHANTT DIAMONDS LLP) તથા રસેષ જ્વેલસ એલ.એલ.પી કંપની વિરૂધ્ધ હીરા વેપારીઓ રજુઆત કરવા આવતાં આ બાબતે પો.કમિ.શ્રી,સુરત શહેર નાઓ તરફથી મળેલ સુચના મુજબ તાત્કાલીક અસરથી ફરીયાદી શ્રી અનિલભાઇ અરવિંદભાઇ હીરપરા રહે-ઇ/૨, ફલેટ નં-૨૦૪, અમળતકુંજ રેસીડેન્સી, ઓપેરા પેલેસ ની પાસે,ખોલવડ રોડ,તા-કામરેજ,જીラસુરત નાઓની આરોપી તરીકે મહંત ડાયમંડ એલ.એલ.પી. (MAHANTT DIAMONDS LLP) ફર્મ તથા રસેષ વેલસ એલ.એલ.પી ના ભાગીદાર (૧) જિતેંદ્રભાઇ ધનજીભાઇ કાસોદરીયા રહે-હરીદર્શન સોસાયટી, લક્ષ્મી હાઇટસની સામે, કતારગામ સુરત મુળ રહે-હરીપર ગામ, તા-લાઠી જી-અમરેલી (૨) રોનકકુમાર રાજેશભાઇ ધોળીયા રહે-૧૧/રાજ આનદ સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, કતારગામ સુરત મુળ રહે- લાઠી તા-લાઠી જી-અમરેલી (૩) કૌશીકકુમાર અમળતલાલ કાકડીયા રહે-સી/૬૦૩ સેરેટોન ટાવર, મોટા વરાછા, ભરથાણા રીંગ રોડ પાસે, સુરત મુળ રહે-કરકોલીયા ગામ, તા-લાઠી જી-અમરેલી તથા તપાસમા નીકળે તેઓ વીગેરે નાઓ વિરૂધ્ધમાં ફરીયાદ લખી લઇ ડી.સી.બી પો.સ્ટે. A પાર્ટ નં.૧૧૨૧૦૦૧૫૨૫ ૦૦૭૬/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૩૧૬(૫), ૬૧,૩(૫) મુજબ નો ગુનો તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ અને સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપી કૌશીકકુમાર અમળતલાલ કાકડીયાને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમા સદર ગુન્હાની તપાસ ચાલુ છે. તેમ એસીપી ઘનશ્યામસિંહ સરવૈયાએ જણાવ્યું છે.(૨.૧૮)
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
