હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ પંથકમાં ત્રણ સ્થળે મારામારી 11:16 AM

અમદાવાદ,તા.૧૫: રાજ્યના નબળા અને ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને મફત કાનૂની સહાય માટેની આવક મર્યાદામાં સરકાર દ્વારા વધારો કરવામા આવ્યો છે. આવક મર્યાદા ૧ લાખથી વધારીને ૩ લાખ રૂપિયા કરવામા આવી છે.
કાનૂની સેવા સત્તામંડળની રચના કરવાના હેતસુર ઘ લીગલ સર્વિસ ઓથોરિટી ૧૯૮૭ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ૧૯૯૭નો કાયદો હાલ ગુજરાતમાં અમલી છે. આ કાયદાની કલમ-૧૨ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના તેમજ મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોથી માંડી ઔદ્યોગિક કામદારો તેમજ નિર્ધારિત આવક મર્યાદા કરતા ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત કાનૂની સહાય આપવામાં આવે છે.
મોંઘવારી વધતા વર્ષ ૨૦૧૨માં નિયમ-૨૦માં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને એક લાખ કરવામાં આવી હતી. જોકે, હવે સરકારે ફરી એકવાર જોગવાઈમાં સુધારો કરીને કેબિનેટ બેઠકમાં આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ પંથકમાં ત્રણ સ્થળે મારામારી 11:16 AM