<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ

પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧।૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે

અમદાવાદ,તા.૧૫

અમદાવાદ ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલ ટ્રેન આજે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧।૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે. ૧૫ મે ૨૦૨૫ની ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે. સાથે જ ૧૬ મે ૨૦૨૫ની ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.

તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષા રાખવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલ ટ્રેન રદ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. ૧૬ સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૨૪ સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે વળી આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે.

 

(9:58 PM IST)