તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 15th May 2025
અમદાવાદમાં RHO ઓફિસના પ્યુનનો ઓફિસની કેબિનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા :વિડિઓ બનાવી કર્યા ચોંકાવનારા ખુલાસા
રોહીતે આત્મહત્યાથી અગાઉ પોતાના મિત્ર નિલેશ મકવાણાને મેસેજ કરી તથા એક ૬ મિનિટ ૪૩ સેકન્ડનો વીડિયો મોકલી પોતાને મળતા માનસિક ત્રાસ વિશે ખુલાસા કર્યા

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી આર.એચ.ઓ. (રિઝિયોનલ હેલ્થ ઓફિસ)ના છઠ્ઠા માળે આજે એક દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરને દટાડી દીધું છે. આર.એચ.ઓ.માં છેલ્લા છ વર્ષથી પ્યૂન તરીકે કાર્યરત રહેલા રોહીત બાવજીભાઈ ગોહીલ (ઉ.વ. ૩૨) એ ઓફિસની કેબિનમાં લોખંડના હૂકથી પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ એટલો સામાન્ય નહોતો. રોહીતે આત્મહત્યાથી અગાઉ પોતાના મિત્ર નિલેશ મકવાણાને મેસેજ કરી તથા એક ૬ મિનિટ ૪૩ સેકન્ડનો વીડિયો મોકલી પોતાને મળતા માનસિક ત્રાસ વિશે ખુલાસા કર્યા હતા. વીડિયો જોઈ હચમચી ગયેલા નિલેશે રોહીતના પરિવારજનોને જાણ કરી હતી અને તેણે તરત જ રોહીતના મોબાઈલ પર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે તે બધું મોડું થઈ ચૂક્યું હતું...
આવી હતાશાની અંતિમ ઘડીમાં રોહીતે કહ્યું કે, “હું રોહીત ગોહીલ, આર.એચ.ઓ.માં છેલ્લા છ વર્ષથી કામ કરું છું. ડૉ. અમોલ પાટીલ સર છેલ્લા પાંચથી છ મહિના મને સતત માનસિક ત્રાસ આપે છે. સાફસફાઈથી લઈ ઓફિસના નાનામોટા કામ કરાવાવે છે, છતાં તંત્ર દ્વારા કોઈ માન્યતા કે માનવિય વર્તન નથી. મારી જાતિ પણ કોઈ કારણ બની શકે છે, જેની સજા મને અપાઈ રહી છે.”
વીડિયોમાં રોહીતએ જણાવ્યુ કે, જીગ્નાશા મેડમ સાથે ડૉ. અમોલના સંબંધોની જાણ થઈ જતાં તેઓએ તેને સતત ભેદી નજરે જોઈ, બદલે કામ કરાવ્યું અને લોકો સામે અપમાનિત કર્યો. “મારું મન હજીય બધું સહન કરવા તૈયાર નથી. હું ખૂણાય ગયો છું,” એમ તેણે અંતે જણાવ્યું.
રોહીતના મામા સંજયભાઈ ભાદરકાએ પોલીસને જાણ આપી અને અધિકૃત ફરીયાદમાં જણાવ્યું કે, રોહીત તેમના ઘરે છેલ્લા નવ વર્ષથી રહેતો હતો અને પોતાના પરિવારના અર્થિક ભરોસો રૂપે કાર્યરત હતો. “રોજ સવારે કામ પર જતા અને એજ કામ સ્થળે પોતાના જીવનનું અંત લાવવો પડ્યું, એ તેમના ઉપર થતા અત્યાચારનું પરિણામ છે,” એમ સંજયભાઈએ જણાવ્યું.
ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, રોહીત અનુસૂચિત જાતિનો હતો અને તેમને પદનો ખોટો ઉપયોગ કરી અપમાનજનક વર્તન કરાયું હતું. વીડિયો તથા પોલીસ તપાસમાં મેલેલ પુરાવાઓના આધારે આ કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે તથા રોહીતના મોબાઈલમાંથી મળેલા વિડિયો અને મેસેજના આધારે ડૉ. અમોલ પાટીલ સામે ગંભીર ધોરણે તપાસ શરૂ કરી છે. રોહીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે...
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
