<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વ્‍યાજખોર ગેંગના વધુ ત્રણ મકાનો જપ્તઃ અંજાર પોલીસનો સપાટો

બે ભાઈ અને એક બહેનની સામે વ્‍યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ આગળ વધતા રાજ્‍યભરમાં સન્નાટો : બોર્ડર આઇજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં સુરતમાં વ્‍યાજખોરો સામે જંગ માંડનાર કરછ પૂર્વ એસપી સાગર બાગમાર ફરી મેદાનેઃ Dysp મુકેશ ચોધરી સાથે ચર્ચા બાદ કાયદાઓના અભ્‍યાસુ અંજાર પીઆઈ અજયસિંહ ગોહિલ ટીમની દાખલારૂપ કામગીરી

રાજકોટ, તા.૧૬: આખા ગુજરાતના વ્‍યાજખોરો ફફડી ઉઠે તેવી બે બહેન અને એક ભાઈની સંગઠિત ગેંગ સામે ગુજસીટોક લગાડયા પાછો તેની મિલકત જપ્ત કરવાના પગલે પગલે ઉકત સંગઠિત ગેંગ વિરુદ્ધ કચ્‍છ અંજાર પોલીસ દ્વારા વધુ ત્રણ પ્રોપર્ટી સીલ કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે એ યાદ રહે કે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય લોકોને જીવ ગુમાવવા પડે તે રીતે ગુજરાતના ચોક્કસ તત્‍વો દ્વારા બેફામ વ્‍યાજખોરો ચલાવનાર સામે આકરા પગલા લેવા રણનીતિ બનાવી છે. રાજ્‍યના બોર્ડર વડા ચિરાગ કોરડિયા , કરછ પૂર્વ એસપી સાગર બાગમાર કે જેવો સુરતમા આવી કાર્યવાહી દ્વારા લોકોની પ્રશંસા મેળવેલ તેવો દ્વારા તુરંત આ કાર્યવાહી માટે dysp મુકેશ ચોધરી સાથે બેઠક કરી, એસીબી, ક્રાઇમ બ્રાન્‍ચ જેવી બ્રાન્‍ચોના અનુભવી અને વિવિધ કાયદાઓની અભ્‍યાસ ધરાવતા પીઆઇ અજયસિંહ ગોહિલ ટીમને આ જવાબદારી સુપ્રત થતા સપાટો બોલાવી દીધો હતો.

(૧) રિયાબેન ગુસાઇ પાસેથી મેધપર બોરીયામાં પ્‍લોટ નં. ૭/૩૯ કિ. રૂા. ર,પર,૦૦૦/-, જી.જે. ૧ર-ઇઇ-ર૧રર મહિન્‍દ્રા કંપનીનો સકોર્પીયો ગાડી કિ. રૂા. ૧૪,૭૯,૮પ૧/- એમ કુલ કિ. રૂા. ૧૭,૩ર,૩પ૧/- ની કિંમતની માલમતા જપ્ત કરવામાં આવી છે. (ર) આરતીબેન ગુસાઇ પાસેથી અંજારના રેવેન્‍યુ સર્વે નં. ૬૬૮ પ્‍લોટ નં. ૭૪ દેવનગર કિ. રૂા. ૬,૪પ,ર૦૦/- (૩) આરોપીઓએ તેઓના માતા તારાબેન ગુસાઇના નામે વસાવેલ મેઘપર બોરીચીમાં આશાપુરાનગરમાં પ્‍લોટ નં. ૬ર કિ. ૬૦,૧૭૦/- જપ્ત કરવામાં આવેલ છે.

(12:14 PM IST)