<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસને મળી મોટી સફળતા : પ્રોહીબિશનના ૪ ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા જામનગરના કુખ્યાત આરોપી મોહિત ઉર્ફે ઉકેડીને ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોષીની ટીમે જામ ખંભાળિયામાંથી દબોચી લીધો : પકડાયેલા આરોપી મોહિત ઉર્ફે ઉકેડી સામે જામનગર, મોરબીના વાંકાનેર અને કચ્છ પૂર્વ-ગાંધીધામના લાકડીયા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કાર, પોક્સો, એટ્રોસિટી અને દારૂના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો : પીએસઆઇ બી.એમ. દેવમુરારી અને પીએસઆઇ એમ.આર. સવસેટાની ટીમે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે કરી અટકાયત5:16 PM IST