News of Friday, 16th May 2025
SGVP પ્રેમાનંદ મ્ય્ઝીક એકેડેમી દ્વારા શરુ થયેલ SGVP ડીવાઇન કેમ્પમાં જોડાતા 150 ઉપરાંત બાળકો અને બાલિકાઓ

અમદાવાદતા.15 શાસ્ત્રી માધવપ્રિયદાસજીસ્વામીની પ્રેરણા અને દર્શનપ્રિયદાસજી.તથા વિક્રમભાઇ મોરી પ્રરાગભાઇ રામાણી,અને પ્રશાંતભાઇ રામાણીની આગેવાની નીચે SGVP પ્રેમાનંદ મ્ય્ઝીક એકેડેમી દ્વારા SGVP ડીવાઇન કેમ્પમાં 150 ઉપરાંત બાળકો અને બાલિકાઓ ઉમંગભેર જોડાયા છે.જેમાં બાળકોને ડ્રોઇંગ,માટીકામ,આર્ટ.ક્રાફ્ટ સંગીતમાં કીબોર્ડ,સિતાર,ગિટાર,તબલા, ડ્રમ,કરાટે.,સિતાર, સ્વીમિંગ વગેરે શિખવાડમાં આવે છે.જેમા 5 થી 18 વર્ષના બાળકોઅને બાલિકાઓ લાભ લઇ રહ્યા છે.
કેમ્પમાં જોડાતા બાળકો માટે ઘેરથી લઇ જવા આવવા માટે ગુરુકુલ દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.કેમ્પનો સમય સવારે 8 થી 12 વાગ્યા સુધીનો રહેલ છે.--કનુભગત
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
