News of Friday, 16th May 2025
ખંભાળિયાના સલાયામાં એટીએસની તપાસ :એક શખ્સની પૂછપરછ શરૂ : રહસ્ય અકબંધ

કૌશલ સાવજાણી દ્વારા, ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે. બિનસત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલાયાના આ શખ્સને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.
જો કે, એટીએસ દ્વારા કયા ચોક્કસ મુદ્દાને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, જેના કારણે આ સમગ્ર મામલે રહસ્ય યથાવત છે. વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
