તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Saturday, 17th May 2025
ડુમસ જમીન કૌભાંડ:CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ
સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ:તપાસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના

સુરત: ડુમસ જમીન કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે રૂ.2 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરી છે.
ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ કરી હતી. હવે આગળની તેમની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.
મળતી વિગતો અનુસાર ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. કરોડોના જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચે ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ કરી લીધી છે.
ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચીને આચરવામાં આવેલા 2000 કરોડથી વધુનાં કૌભાંડથી ખળભળાટ મચી ગયો હતો, અને આ કેસની તપાસમાં સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું હતું.
આ કેસ અંગે CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ હતો.
આ કેસમાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સૌપ્રથમ ખેડૂત આઝાદ રામોલિયાએ સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
