તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 18th May 2025
પંચમહાલના શહેરાનગરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ : મોટી સંખ્યામાં નગરજનો અને રાજકીય આગેવાનો જોડાયા
અણિયાદ ચોકડીથી નીકળેલી તિરંગા યાત્રા શહેરાનગર સહિત વિવિધ વિસ્તારોમા ફરી

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં આજે નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.અણિયાદ ચોકડીથી નીકળેલી તિરંગા યાત્રા શહેરાનગર સહિત વિવિધ વિસ્તારોમા ફરી હતી. આ તિરંગા યાત્રામા મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા.
પહેલગામ પર થયેલા હુમલામાં નિર્દોષ લોકોને મોતને ભેટયા હતા.ભારતે જવાબી કાર્યવાહીમાં આંતકવાદી સેન્ટરો પર આકાશી કાર્યવાહી કરી તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા.ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે.પંચમહાલ જીલ્લામાં વિવિધ જગ્યાએ પર આયોજન કરવામાં આવ્યુ હતું.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે તિંરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરાના અણિયાદ ચોકડી ધારાસભ્ય કાર્યાલય ખાતેથી તિંરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અણિયાદ ચોકડી.સિંધી ચોકડી.બસ સ્ટેશન વિસ્તાર થઈને પરવડી બજાર, મેઈન બજાર, નાડા રોડ થઈને અણિયાદ ચોકડી પરત ફરી હતી.ર્તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઉપસ્થિત સૌ કોઈ નાગરિકોએ હાથમાં તિરંગા સાથે વાતાવરણને તિંરગામય બનાવ્યુ હતુ.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
