તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Sunday, 18th May 2025
ભાજપના કોઇ પણ નેતા કે આગેવાને આવવું નહીં :હરણી બોટકાંડના પીડિત પરિવારોએ ઘર ઉપર લગાવ્યા બેનર
ગત તા. 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેકઝોન ખાતેના બોટકાંડમાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે. છતાંય હજી સુધી તેમને ન્યાય મળ્યો નથી

વડોદરાના હરણી લેકઝોન ખાતે આજથી 16 મહિના પુર્વે વાઘોડીયા રોડની ન્યૂ સનસરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે લાવવામાં આવ્યાં હતા. જ્યાં જીવના જોખમે તમામ બાળકોને બોટમાં બેસાડતા આખી બોટ પલ્ટી મારી જતા દુર્ઘટના સર્જાઇ અને 12 બાળકો તથા 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. આ ચકચારી દુર્ઘટનાને દોઢ વર્ષ પૂર્ણ થયું છતાંય હજી બાળકો ગુમાવનાર પરિવારોને કોઇ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી. તેવામાં પીડિત પરિવારો દ્વારા આજે ભાજપના નેતાઓનો વિરોધ કરતા બેનરો પોતાના ઘરે લગાવતા ચકચાર મચી છે.
હરણી બોટકાંડના પીડિતા પરિવારો જ્યારે પણ પોતાના ગુમાવેલા બાળકો માટે ન્યાયની માંગ કરવા રસ્તા ઉપર ઉતરે છે, ત્યારે પોલીસ તેમને પકડી લે છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અથવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવવાના હોય ત્યારે આ પરિવારોને નજર કેદ કરી દેવામાં આવે છે.
તાજેતરમાંજ યોજાયેલા ત્રિરંગા યાત્રા સમયે પણ પીડિત પરિવાર પૈકીના એક પરિવારને નજર કેદ કરાયા હતા થોડા દિવસો પહેલા આ પીડિત પરિવારો પૈકીની બે મહિલાઓ શરલા શિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી ત્યારે મામલો વધુ ગરમાયો અને મુખ્યમંત્રીએ તેમને કહ્યું હતું કે, બહેન તમે કોઇ સ્પેશ્યલ એજન્ડા સાથે આવ્યો છે. મુખ્યમંત્રી મુદુ અને મક્કમ સ્વભાવના છે, છતાંય તેમને આવી વાત કરતા સૌઉ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
જોકે મુખ્યમંત્રીને બાદમાં આ વાત ધ્યાને આવી અને તેમણે બન્ને મહિલાઓને મળવા માટે બોલાવી ન્યાયનું આશ્વાસન આપ્યું હતુ. જોકે હરણી બોટ દુર્ઘટનાને આજે 16 મહિના પુરા થયા છે. ગત તા. 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેકઝોન ખાતેના બોટકાંડમાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે. છતાંય હજી સુધી તેમને ન્યાય મળ્યો નથી. ત્યારે રાજ્યની ભાજપ સરકારના નેતાઓ સામે આ પીડિત પરિવારોએ રોષ ઠાલવતા પોતાના મકાનો ઉપર બેનર લગાવી વિરોધ નોઁધાવ્યો છે. .
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
