<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

લિવઈનમાં રહેતો યુવક એક જ મંડપમાં બે યુવતી સાથે ફરશે ફેરા

ગુજરાતમાં અનોખા લગ્નઃ નવસારીના વાંસદામાં એક યુવક એક જ મંડપમાં ૨ યુવતીઓ સાથે લગ્ન કરવાનો છે : છેલ્લા કેટલાય સમયથી યુવક બંને યુવતીઓ સાથે લિવ-ઈનમાં રહેતો હતો. જેના થકી તેને ૩ સંતાનો પણ છે. જેથી બાળકો પણ તેમના માતા-પિતાના લગ્નમાં શામેલ થવાના છે

 

 

નવસારી તા.૧૯: તમે કયારેય પણ એવું સાંભળ્‍યું છે કે જેમાં કોઈ યુવકે એક જ મંડપમાં ૨ દુલ્‍હન સાથે લગ્ન કર્યા હોય? આ વાત સાંભળીને તમને નવાઈ લાગતી હશે. પરંતુ નવસારીમાં એક આવો જ કિસ્‍સો સામે આવ્‍યો છે. જેના વિશે જાણીને તમે પણ ૨ ઘડી માટે તો નવાઈ પામી જશો.

નવસારીના વાંસદાનો એક ૩૬ વર્ષીય યુવક જેનું નામ મેઘરાજ દેશમુખ છે. આ યુવક એક જ મંડપમાં તેની ૨ દુલ્‍હનો સાથે લગ્ન કરવાનો છે. જેથી આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે. છેલ્લા કેટલાય સમયથી યુવક આદિવાસી સંસ્‍કળતિ મુજબ બંને યુવતી સાથે લિવ-ઈનમાં રહેતો હતો.

આ યુવકને બંને યુવતીઓ થકી તેની ૩ સંતાનો પણ છે. જોકે હવે તે આર્થિક પગભર થતાં તેણે ૧૯ મે ના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જેમાં તે એક જ મંડપમાં તેની બંને દુલ્‍હનો સાથે લગ્ન કરવાનો છે. લગ્નની કંકોત્રીમાં જ્‍યારે લોકોએ એક વરરાજા અને બે દુલ્‍હનોના નામ જોયા હતા ત્‍યારે લોકો પણ ચોંકી ઉઠ્‍યા હતા.

ખાસ વાત તો એ છે કે યુવકના છોકરાઓ પણ તેના માતાપિતાના લગ્નમાં હાજરી આપશે. જેથી હાલ તેમના પરિવારમાં પણ આનંદનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સાથે જ લોકો પણ આ યુવકને આ સમયે ઘણો જ ભાગ્‍યશાળી માની રહ્યા છે.

મૂળ વાંસદાના ખાનપુર ગામનો યુવક મેઘરાજ દેશમુખની ઉંમર ૩૬ વર્ષની છે. તે આદિવાસી સંસ્‍કળતિ મુજબ બંને યુવતીઓ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. બંને યુવતીઓ થકી તેને ૩ સંતાનો પણ છે. આ સંતાનો પણ તેમના માતા-પિતાના લગ્નમાં હાજરી આપવાના છે.

ઉલ્લેખનીય છે કે, આ બે દુલ્‍હન સાથે એક જ મંડપમાં લગ્નનો આ મુદ્દો હાલ વાંસદા સહિત આખા નવસારી જિલ્લામાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે. જ્‍યારે લોકોએ કંકોત્રી જોઈ ત્‍યારે તેમાં એક વરરાજા અને ૨ દુલ્‍હનોના નામ લખેલા હતા. જેને જોઈને લોકો પણ નવાઈ પામી ગયેલા.(૩૮.૪)

(10:01 AM IST)