News of Monday, 19th May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 560 રૂપિયા બોલાયો : જાણો 18 યાર્ડમાં શું રહયૉ ભાવ
ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 6,003.04 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 6,003.04 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 560 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 215 રૂ. અને નીચો ભાવ 30 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 420 રૂ., બીલીમોરામાં 360 રૂ., પાદરામાં 320 રૂ., મહુવામાં 303 રૂ., ભરૂચમાં 300 રૂ., ગોંડલમાં 211 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,003.04 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
