News of Wednesday, 21st May 2025
સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો પ્રારંભ

દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ૨૧ મે, ૨૦૨૫ની વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો.
સુરતમાં સવારે ૬ વાગ્યાથી ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થયો. જ્યારે નવસારીના જુદા જુદા વિસ્તારોમાં પવન સાથે મધ્યમ વરસાદ નોંધાયો.
હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે.
આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી સરજી શકે છે, કારણ કે ઉનાળાના પાકને નુકસાન થવાનો ભય છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
